વન્ય પ્રાણીના ગ્રામ્યના રહેણાંક વિસ્તારો અને ખેતરમાં પગ પેસારાના કિસ્સા સતત વધી રહ્યાં છે. વડોદરાના ધનિયાવી ગામમાં 75 વર્ષીય વૃદ્ધ પર દીપડાએ હુમલો કરી કર્યા ઈજાગ્રસ્ત .તો બીજી તરફ ઘટનાની જાણ થતા વન વિભાગે ઘટના સ્થળે પહોચી,દીપડાને પુરવા ગોઠવ્યુ પાંજરૂ,હુમલાખોર દીપડાની વાત કરીએ એટલી ઓછી છે.કેમકે માણસને જોતા તેનુ લોહી તરત ગરમ થઈ જાય છે,અને તે માનવી પર હુમલો કરતા જરા પણ અટકાતો નથી,આવી જ એક ઘટના બની વડોદરાના ગ્રામ્ય વિસ્તારમા જેમા વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામા આવ્યા,તો બીજી તરફ વન વિભાગે પણ દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથધરી છે.
RFO કિરણસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, વાત કરવામા આવે તો,આજે વહેલી સવારે દીપડો ધનિયાવી ગામમા ઘુસી આવ્યો હતો,અને વૃદ્ધને ઈજા પહોચાડી ફરાર થઈ ગયો હતો,તો વન વિભાગે દીપડાના પગલાના આધારે તપાસ હાથધરી છે કે,દીપડો કઈ તરફ ગયો હશે,તો અન્ય કોઈને દીપડો નુકસાન ના પહોચાડે તે માટે પાંજરૂ ગોઠવવામા આવ્યુ છે.
બીજી તરફ ગામની અંદર રહેતા સ્થાનિકોમા ભય પેસી ગયો છે કે,કયાક અચાનકથી દીપડો આવીને હુમલો ના કરે,તો નાના બાળકોને હાલમા તો તેમના માતા-પિતા દીપડાથી બચવા ગામમા રમવા માટે પણ નથી મોકલી રહયા,કેમકે દીપડો કયારેય પણ હુમલો કરી નાના બાળકનુ મારણ કરી શકે છે,
સૌરાષ્ટ્ર,સાબરકાંઠા,અરવલ્લી,દક્ષિણ ગુજરાતના ગામડાઓમા દીપડો આરામથી લટાર મારતો ઘણી વાર જોવા મળે છે,તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમા શેરડીના પાકની વચ્ચેથી પણ દીપડાના બચ્ચા ગ્રામજનોને મળી આવ્યા છે.