Tuesday, September 21, 2021
Homeગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ
Array

ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના ૩૩માંથી ૯ જિલ્લા જ એવા છે જ્યાં હાલમાં ૧૦થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ સૌથી વધુ ૮૦ એક્ટિવ કેસ ધરાવે છે.

અરવલ્લી, છોટા ઉદેપુર, મોરબી, પંચમહાલ એમ ચાર જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. રાજ્યમાં જ્યાં ૧૦થી વધુ એક્ટિવ કેસ છે તેમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, જામનગર, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલીનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૯, સુરત-વડોદરામાંથી ૫, જામનગરમાંથી ૩, જુનાગઢ-દાહોદમાંથી ૨ જ્યારે ગાંધીનગર-અમરેલી-દેવભૂમિ દ્વારકા-ખેડા-કચ્છમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યાં હતાં.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments