અમદાવાદ : મોડી રાતે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો, મેઘાણીનગરમાં રોડ બેસી જતા ટ્રક પલટી ગઇ

0
0

અમદાવાદ. રાજ્યમાં ચોમાસું બેસી ગયું હોવાની હવામાન દ્વારા સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ચોમાસું બેસી ગયું હોય તેમ રાજયમાં શનિવારે દિવસ દરમ્યાન અલગ અલગ જિલ્લામાં પડેલા વરસાદ બાદ અમદાવાદ શહેરમાં મોડી રાતે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડતાં ઠંડકનો અહેસાસ થયો હતો. મોડી રાતે સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે વરસાદના કારણે રોડ બેસી જતા અનાજ ભેરલી ટ્રક પલટી ગઇ હતી.

ઓઢવ, વિરાટનગર, મણીનગર વટવામાં એક ઇંચથી દોઢ ઇંચ

અમદાવાદમાં મોડી રાતે ત્રણ વાગ્યે શરૂ થયેલો વરસાદ 3.30 સુધી વરસ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર, મણીનગર વટવામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે પશ્ચિમમાં સરખેજ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. સરસપુર- અમદુપુરા રોડ પર રાતે પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયા છે.

વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીઓ પડી છે. શહેરમાં મોડી રાતથી પડેલા વરસાદી પાણીનો નિકાલ સવાર સુધી ન થતા લોકો પરેશાન થયા છે. મોડી રાતે પડેલા વરસાદના કારણે મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે રોડ બેસી જતા ત્યાંથી પસાર થતી એક ટ્રક ફસાઈ ગઇ હતી. ટ્રકનું પૈડું રોડમાં બેસી જતા અનાજ ભરેલી ટ્રક પલટી ગઇ હતી. ટ્રક પલટી જતા આખો રોડ બંધ કરવાની ફરજ પડી છે. વહેલી સવારથી જ ટ્રક રોડ પરથી ન હટાવતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

શહેરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here