કોરોનાની અસર : પહેલા દેશની વર્તમાન સ્થિતિ સરખી થવી જોઈએ, IPLની વાત પછી કરીશું: રોહિત શર્મા

0
8

સ્પોર્ટ્સ ડેસ્ક : મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આપણે પહેલા દેશ વિશે વિચારવું જોઇએ. વર્તમાન પરિસ્થિતિ પહેલા સરખી થવી જોઈએ. આ પછી અમે આઈપીએલ વિશે વાત કરી શકીએ છીએ. પહેલા જીવનને સામાન્ય માર્ગે આવવા દો.” તેણે ગુરુવારે તેના સાથી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ સાથે ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા કરતી વખતે આ વાત કહી. ગુરુવાર રાત સુધી દેશમાં કોરોનાવાઇરસના 720 કેસ નોંધાયા છે. 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

BCCIએ 15 એપ્રિલ સુધી IPL મુલતવી રાખી

BCCIએ કોવિડ -19 અને વિદેશી ખેલાડીઓ પરના વિઝા પ્રતિબંધોને કારણે IPLને 15મી એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી હતી. બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે – અમે તમામ પક્ષકારો, ખેલાડીઓ અને ચાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર છીએ. અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ કે જો લીગ થાય તો ચાહકો અને ખેલાડીઓ સલામત વાતાવરણમાં તેનો ભાગ બને. બોર્ડે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ રમત મંત્રાલયના સંપર્કમાં છે અને તેમના ગાઈડલાઈનનું પાલન કરશે.

રોહિતે પીટરસન સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટ પર વાત કરી

આ પહેલા રોહિતે ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન સાથે પણ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરી હતી. આ સમય દરમિયાન, તેમણે કહ્યું હતું કે જો દેશમાં કોરોનાવાઇરસ કંટ્રોલમાં આવે અને પરિસ્થિતિ પહેલા કરતા સારી થાય તો IPL આવતા મહિને થઈ શકે છે. પીટરસને તેને સવાલ પૂછ્યો કે શું આ વર્ષે IPL થશે? આ અંગે મુંબઇના કેપ્ટને કહ્યું- મને લાગે છે કે પરિસ્થિતિ સુધરે ત્યારે આ ટૂર્નામેન્ટ રમી શકાય છે. કદાચ આવતા મહિનાની શરૂઆતમાં જ તેમ થઈ જાય.

અત્યારે IPL વિશે કઈ કહી શકું નહિ: ગાંગુલી

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 2 દિવસ પહેલા કહ્યું હતું કે, “હું અત્યારે આયોજન અંગે કઈ કહી શકું તેમ નથી. અમે એ સ્થાન પર જ છીએ, જ્યાં સ્થગિત કરતી વખતે હતા. છેલ્લા 10 દિવસોમાં કઈ બદલાયું નથી.”

જો IPL રદ્દ થાય તો 2008થી શરૂ થયેલી લીગમાં પહેલીવાર કોઇ સીઝન રમાશે નહીં. 2009માં લોકસભા ઇલેક્શનના કારણે ટૂર્નામેન્ટને દક્ષિણ આફ્રિકા શિફ્ટ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here