ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં ‘E=mc²’ ઈક્વેશન સાબિત કરતા લેટરની હરાજી 8.75 કરોડ રૂપિયામાં થઈ

0
3

ફિઝિસિસ્ટ આલ્બર્ટ આઈન્સ્ટાઈને ભૌતિકશાસ્ત્રમાં અનેક શોધ કરીને દુનિયાને અમૂલ્ય સૂત્રો આપ્યા. હાલ તેમણે પોતાના હાથે લખેલા લેટરની હરાજી 8.75 કરોડ રૂપિયામાં થઈ છે. આ લેટરમાં તેમણે E=mc² ઇક્વેશન સાબિત કરી હતી. એનર્જી અને માસ વચ્ચેનો સંબંધ દર્શાવતી ફોમ્યુલા સૌપ્રથમ વર્ષ 1905માં આઇન્સ્ટાઇનના સાયન્ટિફિક પેપરમાં પબ્લીશ થઈ હતી. આઈન્સ્ટાઈને આ લેટર વર્ષ 1946માં લુડવિક સિબરસ્ટાઈનને લખ્યો હતો.

લેટર ખરીદનારનું નામ જાહેર કર્યું નથી

અમેરિકાના RR ઓક્શન હાઉસે આ લેટરની કિંમતનો અંદાજો લગાવ્યો હતો તેના કરતાં ત્રણ ગણી કિંમતમાં હરાજી થઈ છે. આ એક પેજનો લેટર પોલિશ અમેરિકન ભૌતિકશાસ્ત્રી લુડવિક સિબરસ્ટાઈન પાસે 26 ઓક્ટોબર, 1946થી હતો. ઓક્શનને આ લેટર ખરીદનારનું નામ જાહેર કર્યું નથી. ડોક્યુમેન્ટ કલેક્ટ કરનારાએ કરોડો રૂપિયા આપીને ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો લેટર ખરીદ્યો છે.

લેટર માટેની હરાજી 13 મે, 2021થી શરુ થઈ ગઈ હતી, જે 20 મેના રોજ પૂરી થઈ હતી. RR ઓક્શન હાઉસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ બોબી લિવિંગસ્ટને કહ્યું, આ લેટર ફિઝિક્સ અને હૉલગ્રાફિક એ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્ત્વનો છે.

આઇન્સ્ટાઇને જાતે લખેલો પત્ર
આઇન્સ્ટાઇને જાતે લખેલો પત્ર

પિતા આઈન્સ્ટાઈનને ઈલેક્ટ્રીકલ એન્જિનિયર બનાવવા ઇચ્છતા હતા

આલ્બર્ટ આઈન્સ્ટાઈન જર્મન સામ્રાજ્યના વુટ્ટમબર્ગનું કિંગડમમાં ઉલ્મ ખાતે એક યહુદી પરિવારમાં 14 માર્ચ 1879ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા હર્મન આઈન્સ્ટાઈન એક સેલ્સમેન અને એન્જિનિયર હતા. તેમનાં માતાનું નામ પોલીન કોચ હતું. તેમનો પરિવાર ઈટાલી સ્થળાંતર કરી ગયો તે પહેલાં 1893માં (14 વર્ષની ઉંમરે) આલ્બર્ટ આઈન્સ્ટાઈને પૂરતું શિક્ષણ લઈ લીધું હતું. તેમના પિતા આઈન્સ્ટાઈનને ઈલેક્ટ્રીકલ એન્જિનિયર બનાવવા માગતા હતા.

નોબેલ પ્રાઈઝ વિનર

ફિઝિક્સમાં આપેલી સેવાઓ, અને ખાસ કરીને ફોટોઈલેક્ટ્રીક અસરના સિદ્ધાંતની શોધ બદલ આઈન્સ્ટાઈનને 1922માં 1921નું ફિઝિક્સનું નોબેલ પારિતોષિક (Nobel Prize in Physics) આપવામાં આવ્યું.

76 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

17 એપ્રિલ, 1955ના રોજ કિડનીમાં રક્ત વહન કરતી નસ ફાટી જવાથી આઇન્સ્ટાઇનને શરીરનાં અંદરના ભાગમાં રક્તસ્ત્રાવ શરુ થઇ ગયો હતો, જો કે આ રોગની અગાઉ સારવાર પણ કરાઇ હતી પરંતુ તે ફરીથી વકર્યો હતો. વહેલી સવારે પ્રિન્સ્ટન હોસ્પિટલમાં તેમનું નિધન થયું. છેલ્લા શ્વાસ સુધી તેમણે કામ ચાલુ રાખ્યું હતું. આઈન્સ્ટાઈનના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમની રાખ અલગ અલગ જગ્યાએ પધરાવવામાં આવી હતી.

અંતિમક્રિયા પહેલાં પ્રિન્સ્ટેન હોસ્પિટલના પેથોલોજિસ્ટ થોમસ સ્ટોલ્ઝ હાર્વીએ એવી આશા સાથે આઈન્સ્ટાઈનનું બ્રેઈન સાચવવા માટે કાઢી લીધું કે, આઈન્સ્ટાઈન આટલા બધા બુદ્ધિશાળી કેવી રીતે હતા તે શોધવામાં ભવિષ્યના ન્યૂરોસાયન્સને મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here