પત્ર : સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાએ જીમ અને હેલ્થ ક્લબો ચાલુ રજૂઆત કરી

0
9

સુરતના કતારગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં જીમ અને હેલ્થ ક્લબોને કોવિડની ગાઈડ લાઈન મુજબ તેમજ વેક્સિન લીધી હોય તેવા વ્યક્તિઓના પ્રવેશ જેવી શરત સાથે ચાલુ કરવા રજૂઆત કરી છે.

કોરોનાની ગાઈડલાઈન મુજબ જીમ ચાલુ કરવા રજૂઆત
કોરોનાની મહામારીને લઈને સુરતમાં જીમ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જીમ ચાલુ હોય અને માસ્ક વગર કસરત કરતા હોય તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ(વિનુ) મોરડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં વેક્સિન આપવાનું કામ પુરજોશમાં થઇ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં જીમ અને હેલ્થ ક્લબો આવેલા છે. આ જીમ અને હેલ્થ ક્લબને કોરોનાની ગાઈડલાઈન મુજબ અને જીમ અને હેલ્થ ક્લબમાં જે લોકોએ વેક્સિન લીધી હોય તેવા જ લોકોને પ્રવેશ આપવામાં આવે તેવી શરતો સાથે જીમ અને હેલ્થ ક્લબ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ગત રોજ જીમમાંથી 32 લોકો પાસેથી દંડ વસૂલાયો હતો
કોરોનાની મહામારીને લઈને જીમ ચાલુ રાખવા પર હાલ પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક જીમ સંચાલકો જીમ ચાલુ રાખી રહ્યા છે. થોડા દિવસો અગાઉ સલાબતપુરામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. દરમિયાન આવી જ એક વધુ ઘટના કતારગામ વિસ્તારમાં સામે આવી છે. કતારગામ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન માહિતી મળી હતી કે કતારગામ સ્થિત લક્ષ્મી એન્કલેવમાં આવેલુ શેપર્સ જીમ ચાલુ છે અને અહી લોકો કસરત કરી રહ્યા છે. પોલીસે અંહી દરોડો પાડતા 32 જેટલા લોકો માસ્ક વગર કસ્તર કરતા નજરે ચડ્યા હતા. જેથી પોલીસે તમામ લોકો પાસેથી 1000 રૂપિયા લેખે દંડ વસૂલ્યો હતો. જીમ માલિક અને ટ્રેનર સામે એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત.

જીમ શરૂ હોય ત્યાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી
સુરતમાં કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી જ જીમ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઈને જીમ સંચાલકોની હાલત કફોડી બની છે. જેને લઈને થોડા દિવસો અગાઉ જીમ સંચાલકો અને ટ્રેનરોએ મનપા કચેરી બહાર કસરતના સાધનો લઈને વિરોધ નોંધાવ્યો હતો. જીમ શરૂ કરવા દેવા માગ કરી હતી. પરતું હજુ પણ સુરતમાં જીમ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. જીમ શરૂ હોય ત્યાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here