કોરોના માટે દાન : PMના કેઅર્સ ફન્ડમાં LICએ આપ્યા 105 કરોડ, ઉદ્યોગપતિ નારાયણમૂર્તિએ 10 કરોડ આપવાનું વચન આપ્યું

0
5

નવી દિલ્હી. કોરોનાનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ પર કોર્પોરેટ જગતે તેના દરવાજા ખોલ્યા છે. PMના ફન્ડમાં ભારતીય જીવન વિમા નિગમે 105 કરોડ રૂપિયા આપ્યા છે. આ સિવાય જાણીતા ઉદ્યોગપતિ નારાયણમૂર્તિ અને રિઅલ એસ્ટેટ કંપની ડીએલએફ પણ દાન કર્યું છે. જાણીતા ઉદ્યોગપતિ નારાયણમૂર્તિએ કોરોનાનો સામનો કરવા માટે 10 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જોકે તેઓ પીએમના કેઅર્સ ફન્ડમાં ડોનેટ કરશે નહિ.

કોરોનાના રાહત કાર્યોમાં મદદ માટે એન આર નારાયણમૂર્તિ અને તેમના પરિવારે તેમના પર્સનલ ફન્ડ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને 10 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ ફન્ડનો ઉપયોગ મજૂરોને જમવાનું જમાડવા અને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવા માટે ખર્ચ કરવામાં આવશે, જેઓ તેમની રોજીરોટી ગુમાવી ચુક્યા છે અને ખૂબ જ સંકટમાં છે.

LICએ આપી મોટી રકમ 

ભારતીય જીવન વીમા નિગમે કોરોનાવાઈરસની મહામારીનો સામનો કરવા માટે પીએમના કએર્સ ફન્ડમાં 105 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એલઆઈસીના ચેરમેન એમ.આર.કુમારે કહ્યું કે ભારત આ મહામારીના કારણે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એલઆઈસી દેશની સૌથી મોટી વીમા કંપન છે અને તેની એસેટ બેસ લગભગ 31 લાખ કરોડ રૂપિયા છે.

ડીએલએફએ આપ્યા 5 કરોડ

ડીએલએફએ કોરોનાની મહામારીના પ્રકોપનો સામનો કરવા માટે હરિયાણાના મુખ્યમંત્રીના રાહત કોષમાં 5 કરોડની આર્થિક મદદ કરી છે. આ સિવાય ડીએલએફ ગુરુગ્રામ અને માનેસરમાં 60,000થી વધુ પ્રવાસી મજૂરોને ખાવનું ખવડાવી રહ્યું  છે. ડીએલએફ ફાઉન્ડેશને પણ રાધેલા ભોજનના વિતરણ માટે અક્ષય પાત્રની સેવાઓ લીધી છે. તેની સાથે મળીને તે પ્રવાસી શ્રમિકોને ભોજન કરાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here