Thursday, October 21, 2021
HomeLICએ નવી 'બચત પ્લસ' સેવિંગ્સ પ્લાન યોજના શરૂ કરી
Array

LICએ નવી ‘બચત પ્લસ’ સેવિંગ્સ પ્લાન યોજના શરૂ કરી

ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ એક નવી યોજના ‘બચત પ્લસ’ લોન્ચ કરી છે. તેમાં સુરક્ષાની સાથે બચતની પણ સુવિધા છે. કંપનીના અનુસાર, આ નોન-લિંક્ડ, પાર્ટિસિપેન્ટિંગ, ઇન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ પ્લાન છે. તેના અંતર્ગત વીમાધારકને બચતની સાથે સુરક્ષા પણ મળે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. આ પોલિસી અવધિ દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારને મેચ્યોરિટી અવધિ પહેલા નાણાકીય મદદ આપવામાં આવશે.

સ્કીમની ખાસ વાત…

કંપનીના અનુસાર, મેચ્યોરિટીનો સમય પોલિસીધારક જો જીવે છે તો તેને એક સામટી રકમ આપવામાં આવે છે

તેમાં ડેથ પર સમ એશ્યોર્ડ પસંદ કરવાનો ઓપ્શન સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટની બંને રીત માટે મળે છે.

જો પોલિસીધારકનું મૃત્યુ પોલિસી પૂરી થયા બાદ થઈ જાય છે, પરંતુ નિર્ધારિત મેચ્યોરિટીની તારીખ પહેલા, તો ડેથ પર સમ એશ્યોર્ડ લોયલ્ટી એડિશનની સાથે ચૂકવણી કરવામાં આવશે.

તેમાં મિનિમમ 1 લાખ રૂપિયાની પોલિસી લઈ શકાય છે. મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી.

આ પોલિસી અંતર્ગત જરૂરિયાત પડવા પર તમે લોન પણ લઈ શકો છો.

44 વર્ષ સુધીના લોકો સેક્શન 80c અથવા LTC સ્કીમ અંતર્ગત ટેક્સ બેનિફિટ લઈ શકે છે.

સિંગલ પ્રીમિયમ પ્લાન અંતર્ગત મિનિમમ એન્ટ્રી એજ 90 દિવસની છે. તે બંને વિકલ્પ માટે છે. તેમજ લિમિટેડ પ્રીમિયમ પ્લાનનાં પહેલા ઓપ્શનમાં મહત્તમ ઉંમર 44 વર્ષ અને બીજામાં 70 વર્ષ છે.

ઓનલાઈન પણ પોલિસી ખરીદી શકાય છે

LICના જણાવ્યા પ્રમાણે, આ પોલિસી લેવા ઈચ્છુક વ્યક્તિ એક પ્રીમિયમમાં એક સામટી રકમ અથવા લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન અંતર્ગત ચૂકવણી કરી શકે છે. જો કોઈપણ વ્યક્તિ આ પોલિસી ખરીદવા માગે છે તો એજન્ટ અથવા અન્ય ઈન્ટરમીડીયટરીજ દ્વારા ઓફલાઈન આવું કરી શકે છે. તે સાથે જ LICની વેબસાઈટ www.licindia.in દ્વારા ઓનલાઈન પણ પોલિસી ખરીદી શકે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments