સિક્કિમ : લુગનક લા વિસ્તારમાં હિમસ્ખલનમાં લેફ્ટનન્ટ કર્નલ અને એક જવાન શહીદ, રેસ્ક્યૂ ટીમે 16ને બચાવ્યા

0
0

ગંગટોક.  સિક્કિમમાં ગુરુવારે પેટ્રોલિંગમાં નિકળેલા સેનાના જવાનોની એક ટૂકડી હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. 18 જવાનો બરફમાં દબાઈ ગયા હતા. જો કે રિસ્ક્યૂ ટીમે 16 જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તેમા એક જવાન એસએસ રાવે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. લેફ્ટનન્ટ કર્નલ રોબર્ટ ટીએ બરફમાં દબાઈ જવાથી શોધી શકાયા ન હતા. બાદમાં રેસ્ક્યૂ ટીમે તેનો મૃતદેહ કાઢ્યો હતો.

સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ અમારી ટીમ લુગનક લા વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે સાથે બરફ હટાવવાનું કામ કરી રહી હતી. ત્યારે 16 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર હિમસ્ખલન થયું અને જવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા.છેલ્લા એક સપ્તાહમાં ઉત્તર સિક્કિમના એવલાંચમાં આ ત્રીજી ઘટના છે.

કાશ્મીરમાં પણ હિમસ્ખલનની ઘટના

આ વર્ષે જાન્યુઆરીમાં જમ્મ-કાશ્મીરના ગાંદેરબલ વિસ્તારમાં હિમસ્ખલન થયું હતું. તેને કારણે શ્રીનગર-કારગિલ રોડ ઉપર ગગનગીર વિસ્તાર બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 4 નાગરિકોને બચાવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here