લાઈટ હાઉસ પ્રોજેક્ટ્સમાં ઝડપથી મોટી સંખ્યામાં મજબૂત મકાનો ઓછા ખર્ચે બનશે, પીએમ પોદીએ કર્યું હતું શિલાન્યાસ

0
6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ. આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રિપુરા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુમાં ગરીબ લોકોને સસ્તા, ભૂકંપ સામે સુરક્ષિત અને મજબૂત મકાનો ઉપલબ્ધ કરાવાશે. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ વાસ્તવમાં શું છે, તેમાં વપરાતી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી શું છે, આવો જાણીએ…

ફ્રેન્ચ કડિયાએ વિકસાવી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી

પીએમ મોદીએ જે લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમાં ઉપયોગમાં લેવાનારી ટેકનોલોજી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો પાયો વાસ્તવમાં 18મી સદીમાં નખાયો હતો. 1892માં એક ફ્રેન્ચ એન્જિનિયર અને સેલ્ફ એજ્યુકેટેડ બિલ્ડર ફ્રાન્સિસ હેનેબીકે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો વિચાર અમલી કર્યો. ફ્રાન્સિસ હેનેબીક મૂળ તો એક કડિયો હતો, જે પછીથી બિલ્ડર બન્યો હતો. તેનામાં એન્જિનિયરિંગ સૂઝ ભારોભાર હતી.

મૂળભૂત રીતે ફ્રાન્સમાં વિકસિત થયેલી મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ઈમારતના વિવિધ હિસ્સાઓને જોડીને ઓછા ખર્ચમાં બિલ્ડિંગ બનાવી શકાય છે. આ હિસ્સાઓમાં સિમેન્ટ રેડીને ખૂબ ઝડપથી મકાન તૈયાર કરી શકાય છે. જેના કારણે પાણીની મોટા પ્રમાણમાં બચત થઈ શકે છે.

થોમસ એડિશને પણ મોનોલિથિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો

વિજ્ઞાની થોમસ એડિશને 1906માં એક ઘોષણા કરી હતી કે તેઓ એવા મકાન બનાવશે કે જે ખૂબ ઓછા સમયમાં નિર્માણ કરી શકાશે. તેમણે મેનલો પાર્ક ખાતેની પોતાની લેબમાં મોલ્ડિંગ કોંક્રિટમાંથી મકાનના હિસ્સા બનાવવાનું શરૂ કર્યુ. જેને નિશ્ચિત સ્થળે લઈ જઈને એ હિસ્સાઓને જોડીને મકાન બનાવી દેવામાં આવતું હતું. આ રીતે રેડી ટુ લિવ મકાનો બનાવવાની શરૂઆત થઈ હતી.

જાપાનમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ વધુ પ્રચલિત

જાપાન એવો દેશ છે જ્યાં અવારનવાર ભૂકંપ આવ્યા કરે છે. ભૂકંપમાં મોટી ખુવારી રોકવા માટે ખાસ પ્રકારના મકાનો બનાવાય છે. જેમાં આ જ મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળ ફ્રાન્સની આ ટેકનોલોજી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચમાં વધુ સંખ્યામાં મજબૂત મકાનો બનાવવામાં ઉપયોગી છે. આ ટેકનોલોજીથી બનેલા મકાનો હળવા હોય છે અને ભૂકંપના આંચકાઓથી સુરક્ષિત રહી શકે છે.

જે રીતે બાળકો વિવિધ પાર્ટ્સ ગોઠવીને કોઈ એક વસ્તુનું મોડેલ બનાવે એ રીતે જ વિવિધ ભાગોને તૈયાર કરીને નિશ્ચિત સાઈટ પર લાવીને તેને જોડી દેવામાં આવે છે. આ તમામ પાર્ટ્સ મોનોલિથિક કોંક્રિટ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી તૈયાર કરાય છે. જેનો ફાયદો એ છે કે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં મકાનો તૈયાર કરી શકાય છે અને આ મકાનો મજબૂત હોવાથી ભૂકંપ સામે પણ રક્ષણ આપવા સક્ષમ હોય છે.

જે રીતે બાળકો વિવિધ પાર્ટ્સ ગોઠવીને કોઈ એક વસ્તુનું મોડેલ બનાવે એ રીતે જ વિવિધ ભાગોને તૈયાર કરીને નિશ્ચિત સાઈટ પર લાવીને તેને જોડી દેવામાં આવે છે. આ તમામ પાર્ટ્સ મોનોલિથિક કોંક્રિટ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી તૈયાર કરાય છે. જેનો ફાયદો એ છે કે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં મકાનો તૈયાર કરી શકાય છે અને આ મકાનો મજબૂત હોવાથી ભૂકંપ સામે પણ રક્ષણ આપવા સક્ષમ હોય છે.

જાપાન ઉપરાંત અનેક દેશોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ

પીએમ મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટના શિલાન્યાસ વખતે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત જે મકાનો બનશે તેમાં ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ થશે. જે મોનોલિથિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ જાપાન ઉપરાંત અમેરિકા, યુકે, રશિયા, જર્મની, ચીન, સિંગાપોર, મલેશિયા જેવા અનેક દેશોમાં થાય છે. હવે ભારતમાં આ ટેકનોલોજીના ઉપયોગથી મકાનો બનાવાશે. જેનો ઉપયોગ ગરીબ વર્ગના લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here