આગાહી : અરબી સમુદ્રમાં લો-પ્રેશર ઊભું થતાં 10મી સપ્ટેમ્બરે હળવો અને 17મી આસપાસ ભારે વરસાદની શક્યતા

0
0

ઉત્તર ગુજરાતમાં આગામી 10 થી 15 દિવસમાં વરસાદના બે રાઉન્ડ આવી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરથી પ્રથમ રાઉન્ડમાં 10થી 12મી બે દિવસ હળવો વરસાદ વરસવાની, જ્યારે બીજો રાઉન્ડ 17 સપ્ટેમ્બરની આસપાસ મળવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતની હવામાં વધુ પડતા ભેજ અને ગરમીના કારણે સ્થાનિક સ્તરે લો-પ્રેશર બની શકે છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. બીજી બાજુ હાલમાં દેશના દક્ષિણ ભાગના અરબી સમુદ્રમાં રચાયેલી લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે.

જેના કારણે 10 થી 12 સપ્ટેમ્બર સુધી ઉ.ગુ.ના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ 12 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનાવાની શક્યતા છે. જો આ લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાતમાં તા.17 સપ્ટેમ્બરની આસપાસ ફરી એકવાર ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસશે. તેવી જ રીતે જો આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધશે તો મધ્યમ વરસાદ મળવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here