ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં હળવો વરસાદ, અંજાર-ગાંધીધામ અને પાટણમાં 3 ઈંચથી વધુ વરસાદ

0
4

રાજ્યમાં છેલ્લા 11 દિવસથી મેઘ મહેર યથાવત્ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 189થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામમાં સૌથી વધુ 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, સુરત, રાજકોટ, નવસારી, તેમજ જામનગર સહિતના જિલ્લામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. મેઘ મહેરના પગલે લાબાં સમય બાદ અમદાવાદીઓને ઉકળાટથી રાહત મળી હતી.

છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં 1થી 3.5 ઈંચ વરસાદ વરસ્યો

જિલ્લો તાલુકો વરસાદ (મીમી)
કચ્છ અંજાર 87
કચ્છ ગાંધીધામ 80
પાટણ પાટણ 78
બનાસકાંઠા દાંતા 53
ગીર સોમનાથ તલાલા 50
સુરત માંગરોલ 42
રાજકોટ જસદણ 40
પાટણ રાંધનપુર 37
પાટણ સરસ્વતી 36
રાજકોટ પધરી 34
નવસારી વાંસદા 33
ગીર સોમનાથ વેરાવલ 32
જામનગર કાલાવાડ 31
બોટાદ ગઢડા 31
કચ્છ ભચાઉ 30
જુનાગઢ માલીયા 30
અમદાવાદ ધોળકા 30

 

રાજ્યના 46 તાલુકામાં 30થી 20 મીમી સુધીનો વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકામાં 30થી 20 મીમી સુધીનો વરસાદ વરસ્યો છે. જેમા રાજકોટના જામકંડોરડામાં 29 મીમી, જેતપુરમાં 22 મીમી, ગોંડલમાં 20 મીમી. જ્યારે સુરતના બારડોલીમાં 29 મીમી, પલસાણામાં 28 મીમી. નર્મદાના દેડિયાપાડામાં 28 મીમી, નાંદોદમાં 28 મીમી વરસાદ વરસ્યો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતમાં પણ પાટણ બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી સહિતમાં ભારે વરસાદ વરસ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here