હળવદ શહેરમાં ટ્રાન્સફોર્મર પર વીજળી પડી : વીજ પુરવઠો ખોરવાયો.

0
0
હળવદમાં આજે મોડી સાંજના જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જોકે વરસાદ તો ધીમીધારે વરસ્યો હતો પરંતુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકતા વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઈ હાલ પીજીવીસીએલના કર્મચારીઓ વીજપુરવઠો પૂ:ન કાર્યરત કરવા કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે હળવદમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો જોકે વરસાદ તો થોડીવાર ધીમીધારે વરસ્યો હતો તેની સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફોર્મર પર વીજળી પડવાના બનાવો સામે આવ્યા છે.
હળવદમાં વોર્ડ નંબર સાત માં આવતા દિવ્ય પાર્કમાં રહેલ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં ક્રિષ્ના પાર્ક, દિવ્ય પાર્ક સહિતના વિસ્તારમાં પુરવઠો ખોરવાયો હતો હળવદમા આજે મોડી સાંજે વરસેલા વરસાદને લઇ વાતાવરણ તો ઠંડુ થયુ છે પરંતુ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે કારણ કે હાલ અત્યારે ખાસ કરીને પંથકના ખેડૂતો મગફળી તૈયાર થતાં તેને કાઢી રહ્યા છે તેવા સમયે વરસાદ વરસતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.!
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here