હળવદ : ભારે વરસાદથી વ્યાપક નુકશાન , માજી મંત્રી કવાડિયાની મુખ્યમંત્રીને રજૂઆત

0
0
મોરબી જિલ્લા ના હળવદ તાલુકામાં ગત તા. ૧ ના રોજ થયેલ ભારે વરસાદમાં ગ્રામ્ય પંથકમાં ખેતી અને પશુધનને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચ્યું હતું જે મામલે રાજ્યના માજી મંત્રી જયંતીભાઈ કવાડિયાએ મુખ્યમંત્રીને યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરી છે.
માજી મંત્રી જયંતીભાઈ કવાડિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ચોમાસું પાકમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ, મગફળી,તલ અને અળદ એજવા ચોમાસું પાકોને ભરપુર નુકશાન થવા પામેલ હોય ત્યારે ગત તા.૧ ના રોજ હળવદ તાલુકાના કડિયાણા, પાંડાતીરથ, રાયધ્રા, રણછોડગઢ, સુંદરગઢ અને ચરાડવા જેવા ગામોમાં ૩ કલાકમાં આશરે ૧૦ થી ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે ધણા પશુધન મૃત્યુ પામ્યા છે જે ખરેખર ચિતાનો વિષય છે ત્યારે પાકને પશુધનનું થયેલ નુકશાન અંગે સંવેદનશીલ સરકાર દ્વારા સ્થાનિક સર્વે કરાવી યોગ્ય નિર્ણય કરવો ખુબ જરૂરી છે.
તેમજ અંતે ભલામણ કરતા જણાવ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમોને વારંવાર મળેલ રજુઆતો અન્યવે હળવદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાનું સુખાકારી નિરાકરણ લાવી શકાય એ સબબ સત્વરે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ભલામણ કરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here