Wednesday, October 20, 2021
Homeગુજરાતલીમખેડા : બીમાર ભાણેજની ખબર પુછવા જઈ રહેલા મામાને અકસ્માત નડ્યો

લીમખેડા : બીમાર ભાણેજની ખબર પુછવા જઈ રહેલા મામાને અકસ્માત નડ્યો

 

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે તુફાન જીપની બાઈક સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર સવાર બે પિતરાઈ ભાઈઓને ગંભીર ઇજા થઈ હતી. જે પૈકીના એક 30 વર્ષીય યુવકનુ ગંભીર ઇજા થવાના પગલે લીમખેડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા લઇ જવાતાં રસ્તામાં જ તેનું મોત નિપજયું હતું.

લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામના વેડ ફળિયામાં રહેતા અલ્કેશ ભાઈ બાબુભાઈ પટેલ (ઉંમર વર્ષ 30) તથા યોગેશ સુરેશભાઈ પટેલ સહિત બન્ને પિતરાઇ ભાઇઓ પોતાની બાઈક લઈને તેઓની ભાણેજ બીમાર હોવાથી તેના ખબર અંતર પૂછવા માટે કાંકરા ગામે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પાલ્લી ગામે એક હોટલ પાસે પહોંચતાં જ સામેથી પુરઝડપે હંકારી આવેલા એક તુફાન જીપના ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બંને યુવકો બાઇક સાથે નીચે પટકાતા અલ્કેશભાઈ બાબુભાઈ પટેલને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે યોગેશભાઈ સુરેશ પટેલને માથામાં તેમજ બંને પગ ફ્રેક્ચર થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતા. ગંભીર ઇજાના કારણે અલ્પેશભાઈને વધુ સારવાર માટે વડોદરા લઇ જવાતાં રસ્તામાં હાલોલ નજીક પહોંચતા જ તેમનુ કરૂણ મોત નિપજયું હતું. જ્યારે યોગેશભાઈને પણ વધુ સારવાર માટે દાહોદ રીફર કરવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે નાની બાંડીબાર ગામના બાબુ સના પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments