નસવાડી : લિંડા સ્કૂલના આચાર્યની છરાના ઘા મારીને શિક્ષકે હત્યા કરી : પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત.

0
43

       

મૃતકની ઇજાગ્રસ્ત પત્ની                             આચાર્ય મેરામણ પીઠિયાનો મૃતદેહ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિત તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી

આરોપી શિક્ષક ઘરમાં ઘૂસીને પતિ-પત્ની પર તૂટી પડ્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. નસવાડીની લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયા અને કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયા રામદેવનગરમાં સામ-સામે જ રહેતા હતા. શિક્ષક ભરત પીઠિયા આજે સવારે મેરામણના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને છરા વડે મેરામણ અને તેની પત્ની પર તૂટી પડ્યો હતો અને ગળા, છાતી અને માથાના ભાગે છરાના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત મેરામણની પત્ની અને દીકરી પર હુમંલો કરતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ શિક્ષક ભરત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘરમાં આચાર્યની હત્યા કરીને આરોપી ફરાર

માતા-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને માતા-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન થવાના હતા

આરોપી શિક્ષકના લગ્નની કંકોતરી

શાળાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી વચ્ચે કૌટુંબિક સબંધો હતા અને તેઓ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા અને આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જોકે હત્યાનું કારણ હજી અંકબધ જ છે.

શિક્ષક છરો લઇને આવ્યો અને મારા અને મારા પતિ પર હુમલો કરી દીધો

  

હત્યામાં વપરાયેલો છરો અને ઘરમાં લોહીના ડાઘ          રામદેવનગર સોસાયટીમાં ખુની ખેલ ખેલાયો

મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, હું ઘરમાં કામ કરતી હતી, ત્યારે શિક્ષક ભરત છરો લઇને આવ્યો હતો અને મારા અને મારા પતિ પર હુમલો કરી દીધો હતો. જેમાં મારા પતિનું મૃત્યુ થયું હતું અને મારી પુત્રી પણ ઇજાગ્રસ્ત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here