મહેસાણા : કડી દારૂકાંડ મામલો, ફરાર વોન્ટેડ આરોપી PSI કેએન પટેલની ધરપકડ

0
0

કડી દારૂકાંડ કેસમાં ફરાર તત્કાલીન પી.એસ.આઇ કે.એમ.પટેલ સોમવારે સીટ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. કડી પોલીસે અગાઉ ઝડપાયેલા દારૂનો મુદ્દામાલ કેનાલમાં નાખી દેવાના બહુચર્ચિત કેસમાં તાત્કાલિન પીએસઆઇ કે.એન.પટેલ ડીવાયએસપી એમ.જે.સોલંકી સમક્ષ હાજર થયા હતા. કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

કોરોનાની મહામારી વચ્ચે ખૂદ કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સહિત 10 પોલીસ કર્મચારીઓ દ્વારા કબજે કરાયેલા દારૂ લાખો રૃપિયાના જથ્થો વેચવા કાઢ્યો હતો. એટલુ જ નહી આ કૌભાંડનો ભાંડો ફૂટતાં પોલીસે દારૂનો અમુક જથ્થો કડી કેનાલમાં ફેંકી દીાૃધો હતો.

આ દારૂના વેપલા મુદ્દે મહેસાણા રેન્જ આઇજીએ કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.એમ.દેસાઇ સહીત 10 પોલીસ કર્મચારી સામે ગુનો નોાધવામાં આવ્યો હતો. એટલું જ નહી ગૃહ વિભાગે આ બનાવની ગંભીર નોંધ લઇને જવાબદાર મહેસાણાના એસપી મનિષસિંઘની બદલી ગોધરા SRP ગ્રુપમાં કરવામાં આવી હતી. જ્યારે ત્રણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિત સાત પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.

ત્યારે આ મામલે અત્યાર સુધીમાં પોલીસે સાત આરોપીઓને પકડી ચૂકી છે અને કડીના તત્કાલીન પીઆઈ ઓ એમ દેસાઈ ધરપકડના ડરથી ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. દસ આરોપી પૈકી હજુ બેની ધરપકડ બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here