- Advertisement -
અમરેલી: ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાંથી 6થી 7 વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ મળ્યો છે. વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે ખસેડ્યો છે. સિંહણનું મોત કેવી રીતે થયું તે કારણ અકબંધ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. સિંહણના મોતને લઇને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે.
અગાઉ 23 સિંહોના મોત નીપજ્યા હતા
દલખાણીયા રેન્જમાં અગાઉ એકસાથે વાઇરસને કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા. ત્યારે સિંહના મોતનો સીલસીલો યથાવત રહેતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.