ગાંધીનગર : કલોલના પલીયડમાં ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા, આયોજક વિજય પટેલ સહિત 21ની ધરપકડ

0
0
  • ગ્રામજનો માસ્ક વિના ધાર્મિક કાર્યક્રમમાં લોકો શોભાયાત્રામાં જોડાયા
  • DJના તાલે નીકળેલી શોભાયાત્રામાં યુવતીઓ માથે કળશ મૂકી મોટી સંખ્યામાં જોડાઈ
  • ગામના લોકો પણ મોટી સંખ્યામાં અડીઅડીને શોભાયાત્રામાં સામેલ થયા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલીયડ ગામ ખાતે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત નીકળેલી શોભાયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં ગ્રામજનોએ માસ્ક પણ પહેર્યાં નહોતા.આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ગાઈડલાઈનના ભંગ અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના વીડિયો અને માહિતી મીડિયા અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ કલોલ તાલુકા પોલીસ દોડતી થઈ હતી અને કાર્યક્રમના આયોજક પલીયડ ગામના વિજય બળદેવ પટેલ સહિત 21 લોકોની ધરપકડ કરી હતી.

પોલીસકર્મીઓની મોટી બેદરકારી?

પલીયડ ગામમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી- કર્મચારીઓને જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. પોલીસને જાણ હોવા છતાં કાર્યક્રમ યોજાયો હતો કે કેમ તેની ચોક્કસ તપાસ થવી જરૂરી છે અને જો ખરેખર પોલીસને આ પાટોત્સવ અંગે જાણ નહોતી તો પોલીસકર્મીઓની મોટી બેદરકારી કહી શકાય અને જિલ્લા પોલીસવડાએ આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવી જરૂરી છે.

પલીયડ ખાતે યોજાયેલા કોઈ ધાર્મિક કાર્યક્રમની શોભાયાત્રાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવતીઓ અને ગામ લોકો સામેલ થયા છે. તેઓ જરા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા મળતા નથી. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં શોભાયાત્રામાં સામેલ એકેય વ્યક્તિએ નહોતું માસ્ક પહેર્યું કે નહોતું સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. આ શોભાયાત્રા મંજૂરી સાથે યોજવામાં આવી હતી કે લીધા વગર તે બહાર આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here