દહેગામ ખાતે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ માં સોશિયલ ડિસ્ટન્સ ના લીરેલીરા,

0
21

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આજ રોજ સોશિયલ ડિસ્ટન્સ લીરેલીરા ઉડતા દેખાયા છે. દહેગામ તાલુકાની વિધવા બહેનો પોતાની પાસબુક લઈને બેલેન્સ જોવા માટે આવે છે ત્યારે આ કચેરીના કર્મચારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી. આજ રોજ પોસ્ટ ઓફિસમાં વિધવા બહેનોની લાંબી કતારો જોવા મળી રહી હતી. અને કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું અને આ કચેરીની અંદર મુલાકાત લેતા જાણે ઘેટા બકરા ભર્યા હોય તેવી અનુભૂતિ થવા પામી હતી.

 

 

આ પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક માસ પહેલા પોસ્ટ માસ્ટર નિવૃત થવા પામેલ છે. તેમ છતાં આ નિવૃત પોસ્ટ માસ્ટર અહીંયા દરરોજ બેઠેલા જોવા મળે છે તેવું લોકોનું કહેવું છે. અને આજે પણ અમારા પ્રતિનિધિ મુલાકાત લીધી ત્યારે આ પોસ્ટ માસ્ટર હાજર હતા. તો શું આજ નિવૃત્ત થયેલા પોસ્ટમાસ્તર ને સરકારે કેન્દ્ર સરકારે ફરી નિમણૂક આપી છે કે શું ? તેવી લોકોમાં ચર્ચા વધી જવા પામી છે કારણ કે આ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોનો ચાલુ સેવિંગ્સ ખાતા સમયસર ખુલતા નથી અને અને ગ્રાહકોને પોતાના કામો માટે લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. તેવી માહિતી મળવા પામેલ છે. કેમ કે હાલમાં આ પોસ્ટ ઓફિસમાં કોણ પોસ્ટમાસ્ટર છે તે જ લોકોને સમજાતું નથી તો લોકોએ પોતાની ફરિયાદ કરવી તે સમજાતું નથી તે જ એક મોટો પ્રશ્ન બની જવા પામ્યો છે અને વિધવા બહેનો ઘણા સમયથી આ પોસ્ટ ઓફિસમાં પોતાના પેન્શન માટે આવે છે પરંતુ પોસ્ટ ઓફિસમાંથી સરવર બંધ છે તેવા જવાબો વારંવાર મળી રહે છે. તો શું આ બાબતે ઉચ્ચકક્ષાએ તપાસ થશે કે નહીં ? તેવી લોકોની રજૂઆતો વધી જવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here