ઇયરફોન ભરાવીને મોટેથી સંગીત સાંભળવાથી કાનને નુકસાન થઈ શકે છે, તેનાથી ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે

0
14

ઇયરફોનના વધુ ઉપયોગથી કાનને નુકસાન પહોંચી શકે છે. જો તમે પણ તેનો વધુ ઉપયોગ કરો છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

કેટલીકવાર આપણે ગીતો સાંભળવા માટે અથવા વાત કરવા માટે ઈયરફોનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેના વધુ પડતા ઉપયોગને લીધે સાંભળવામાં સમસ્યા, ઈન્ફેક્શન અને કાનમાં દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેનાથી બચવા માટે કેટલીક ટિપ્સ છે જે અસરકારક સાબિત થઈ શકે છે.

1. ઇયરફોન પર મોટા અવાજથી સંગીત સાંભળવાથી કાનના પડદાને નુકસાન પહોંચે છે અને સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો ગેજેટનો વોલ્યુમ ફક્ત 40% રાખો

2. જો તમારે ઇયરફોન લગાવીને કલાકો સુધી કામ કરવું પડતું હોય તો દર કલાકે 5-10 મિનિટ માટે તેને કાઢી લો અને કાનને આરામ આપો.

3. આજકાલ ઈયરફોન કાનમાં ઉંડા ઉતરી જતા હોય છે, જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો ચેપનું જોખમ વધી શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલાં સેનિટાઇઝરથી ઇયરફોન સાફ કરવાનું ભૂલશો નહીં.

4. ઓનલાઇન મિટિંગમાં હેડફોનનો ઉપયોગ કરો. તેનાથી કાનને આરામ પણ મળશે અને સંક્રમણની આશંકા પણ નહીં રહે.

5.જો નોકરી એવી હોય કે ઓફિસ પછી પણ ફોન પર વાત કરવી જરૂરી હોય તો કાનમાં ઇયરફોન કે મોબાઈલ ફોનથી વાત કરવાને બદલે મોબાઇલને સ્પીકર પર રાખીને વાત કરો.

6.હંમેશાં કોઈ સારી કંપનીના જ ઇયરફોન ખરીદો. તે ઉપરાંત જે સુનિશ્ચિત કરો કે આ ઈયરફોનનો આકાર એવો હોય કે જેનો ઉપયોગ કરવાથી કાનમાં દુખાવો ન થાય.

7. મુસાફરી દરમિયાન લોકો આસપાસના અવાજથી બચવા માટે ઈયરફોન પર મોટેથી ગીતો સાંભળવા લાગે છે. તેનાથી તેઓ બહારના અવાજથી તો બચી જાય છે, પરંતુ ઈયરફોન દ્વારા નજીકથી થતા અવાજથી તેમના કાનને વધુ નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here