Sunday, November 28, 2021
HomeLIVE મોદીએ કોંગ્રેસને કહ્યું- ઉલ્ટા ચોર ચોકીદારને બોલે, તમને લોકોને શું થઈ...
Array

LIVE મોદીએ કોંગ્રેસને કહ્યું- ઉલ્ટા ચોર ચોકીદારને બોલે, તમને લોકોને શું થઈ ગયું છે?

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ગુરૂવારે ધન્યવાદ પ્રસ્તાવ આપ્યો. તેઓએ કહ્યું- આ વખતે સંબોધનમાં રાષ્ટ્રપતિએ જે રીતે દેશને દિશા આપી, સરકારના વિઝનની પ્રશંસા છે. તેના માટે હું તેમનો આભારી છું.

મોદીએ કહ્યું, લોકસભામાં ચર્ચા દરમિયાન 1947ની વાત પણ કરવામાં આવી હતી. જ્યારે અમે ઈતિહાસની વાત કરીએ તો બીસી અને એડીની ચર્ચા કરે છે. આજે ભાષણમાં 47થી 14 સુધીનો ઉલ્લેખ કરાતો હતો. બીસી અને ઈડીની તેમની પોતાની વ્યાખ્યા છે. બીસી એટલે કે બિફોર કોંગ્રેસ, એટલે કે આ પહેલા કંઈ જ ન હતુ. એડી એટલે કે ઓફ્ટર ડાયનેસ્ટી- જે પણ થયુ તેમના જ કાર્યકાળમાં થયું.

કોંગ્રેસ માટે બીસી એટલે બિફોર કોંગ્રેસ, એડી એટલે આફ્ટર ડાયનેસ્ટીઃ તેઓએ કહ્યું કે, “આજે કોંગ્રેસના નેતા કહી રહ્યાં છે કે મોદીજી જે બહાર પબ્લિકમાં બોલે છે, રાષ્ટ્રપતિજીએ તે જ વાત ગૃહમાં કહી. એટલે કે તે સિદ્ધ થી ગયું કે સત્ય અંદર-બહાર એક જેવું જ હોય છે. હવે તમારી મુસીબત છે કે સત્ય સાંભળવાની આદત પણ છૂટી ગઈ છે. તમે કહ્યું મોદી સંસ્થાઓને ખતમ કરે છે, બરબાદ કરી રહ્યાં છે. અમારે ત્યારે કહેવત છે, ઉલ્ટા ચોર, ચોકીદારને બોલે.”

વડાપ્રધાને વધુમાં કહ્યું, “સાડા ચાર વર્ષ પહેલાં શું થતું હતું અને આજે શું છે? આ કાળમાં આપણે કઈ રીતે આગળ વધ્યાં છીએ? આ ગૃહમાં જ્યારે આ લોકો અહીં બેઠા હતા ત્યારે તેઓને અર્થવ્યવસ્થામાં 11 નંબર પર પહોંચવા માટે ગર્વ થયો હતો. પરંતુ આજે અમે 6 પર છીએ અને તે લોકો આ વાતને ગર્વ નથી માની રહ્યાં.”

સેના પાસે જરૂરી સામાન ન હતોઃ મોદી; લોકસભામાં મોદીએ કહ્યું કે હવે લૂંટ કરનારાઓ વિરૂદ્ધ કાયદો આવી ગયો છે. અને લૂંટાયેલુ ધન પાછું લાવવાનું કામ પણ ચાલી રહ્યુ છે. જે લોકો દેશ છોડીને પૈસા લઈને ભાગી ગયા તે લોકો આજે ટ્વીટર પર રડી રહ્યા છે. મોદીએ કહ્યું કે સેના માટે કોંગ્રેસ સરકાર પાસે બુલેટપ્રુફ જેકેટ પણ ન હતુ અને તેઓ સર્જિકલ સ્ટ્રાઈકનો દાવો કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સેનાનાં જવાનો પાસે ઘણી સુવિધાઓનો અભાવ હતો. તેમની પાસે જૂત્તા પણ ન હતા અને તમે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરી રહ્યા છો. સેનાને શક્તિશાળી બનાવવા માટે કોંગ્રેસે ક્યારેય વિચાર્યુ નથી.

કોંગ્રેસે બેંકોને બરબાદ કરીઃ મોદીઃ વડાપ્રધાને કહ્યું કે આજે વચેટીયાઓ નથી અને પૈસા સીધા ગરીબોનાં ખાતામાં જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનાં 55 વર્ષ સત્તાનાં હતા અને અમારા 55 મહિના સેવા ભાવનાં છે. મોદીએ કહ્યું કે અમે નિષ્ઠા અને નિતીથી 24 કલાક ગરીબો માટે કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસનો ઈતિહાસ ગોટાળો કરી રહ્યો છે. 2જી ગોટાળામાં શુ થયુ હતુ. આઝાદી બાદ પહેલા નામદારનાં એક પોન પર લોન આપવામાં આવતી હતી, કોઈ પૂછવા વાળુ ન હતુ. 6 વર્ષોમાં બેન્કોની લોન 18 લાખ કરોડથી 52 લાખ કરોડ થઈ ગઈ છે.

વિપક્ષને વિરોધ કરવો જરૂરીઃ મોદીએ કહ્યું, “વિપક્ષમાં છે તો વિરોધ કરવો જોઈએ. મોદીનો વિરોધ કરવો જોઈએ. પરંતુ અમારામાંથી કોઈએ પણ એવી વાત ન કરવી જોઈએ જેનાથી દેશનું ખરાબ દેખાય. લંડન જઈને ખોટી વાતો કરીને શું તમે દેશનું માન વધારો છો? હું મારી મર્યાદામાં રહું તે વાત જ સૌથી સારી છે.”

સરકારની ઓળખ ઈમાનદારી, પારદર્શિતા- મોદીઃ PMએ કહ્યું, “સરકારની ઓળખ ઈમાનદારી, પારદર્શિતા, ગરિમા, સંવેદના માટે છે. રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની જવાબદારી અમારી સરકારની છે. અમારી સરકારની ઓળખ ભ્રષ્ટાચાર પર વાર અને તેજ ગતિથી કામ કરવા માટે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments