Sunday, October 17, 2021
HomeLive: હોસ્પિટલ જોઈ મંત્ર મુગ્ધ થયો, અમદાવાદને મળી છે સૌથી મોટી આ...
Array

Live: હોસ્પિટલ જોઈ મંત્ર મુગ્ધ થયો, અમદાવાદને મળી છે સૌથી મોટી આ સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે છે. તેઓ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેવાના છે. બપોરે બે વાગ્યે પીએમ મોદી દિલ્હીથી સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અહીં રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અમદાવાદના મેયર સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું. જે બાદ મોદી ગાંધીનગર જવા રવાના થયા. ગાંધીનગરમાં તેઓ ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદઘાટન કરી રહ્યા છે.

પીએમ મોદીએ વીએસ કેમ્પસમાં બનેલી નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનુ લોકાર્પણ કર્યુ છે. 750 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સરદાર પટેલ હોસ્પિટલ 18 માળની છે. જેમાં 18મા માળના ટેરેસ ઉપર પબ્લિક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા છે. ઈમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે હેલિકોપ્ટર ઉતરે ત્યારે બિલ્ડીંગમાં જરા સરખો પણ જર્ક ન આવે તે પ્રકારનું બાંધકામ કરાયુ છે. 1931માં 23 એકર જમીનમાં શરૂ થયેલી ઐતિહાસિક વીએસ હોસ્પિટલમાં રિવરફ્રન્ટ તરફ 4.58 એકર જમીન મર્જ કરીને તેના પર ત્રણ ટાવરનું 1.10 લાખ ચો મીટર વિશાળ બાંધકામ આધુનિક સુવિધાથી સજ્જ અને નયન રમ્ય વીજળઈનું સબસ્ટેશન ઉભુ કરાયુ છે..જેમાં બેકઅપની સુવિધા હોવાથી વીજળી જાય ત્યારે પણ ઈમરજન્સીની તમામ સેવાઓ ચાલુ રહેશે.

4 વાગ્યે સરદાર પટેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે. જે બાદ 5.30 વાગ્યે પીએમ મોદી રિવરફ્રન્ટ પહોંચશે અને અહીં તેઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.

વીઆઈપીની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓને ખાસ ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે. 20મી સુધી ગાંધીનગરમાં સુરક્ષાને લઈને હાઈએલર્ટ જાહેર કરાયો છે.

જાણો શું છે આ આધુનિક હોસ્પિટલની ખાસિયત

 • અત્યાધુનિક VS હોસ્પિટલ
 • ૧.૧૦ લાખ ચોરસ મીટર વિશાળ બાંધકામ
 • ૧૮ ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ
 • રાતના સમયે હેલિકોપ્ટર ઉતારવા માટે જર્મન ટેકનોલોજી ધરાવતી HAP લાઈટો
 • બિલ્ડીંગના બાંધકામમાં ૫૮૨ કરોડ, મેડિકલ સાધનો પાછળ ૧૬૮ કરોડનો ખર્ચ
 • હોસ્પિટલ ચલાવવા માટે વાર્ષિક ૩૫૦ કરોડની રકમની જરૂરિયાત
 • ૨૦૦૦ ટનની ક્ષમતાવાળો એસી પ્લાન્ટ
 • ૭.૫ મેગાવોટની વીજળીનું સબસ્ટેશન
 • ન્યુરોમિક ટ્‌યુબ સિસ્ટમના ૯૦ સ્ટેશનો
 • ૧૨ કરોડના ૩ ટેસ્લા એમઆરઆઈ મશીનો
 • ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેન મશીનો
 • જનરલ વોર્ડમાં એક દિવસના ૩૦૦ રૂપિયા, બે ટાઈમ જમવાની સુવિધા સાથે
 • સેમી સ્પેશિયલ રૂમમાં ૧૫૦૦ રૂપિયા
 • ડિલક્ષ રૂમના ૨૦૦૦ રૂપિયા
 • બે બેડની વચ્ચે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસવાળા વિદેશી પડદા
 • દરેક જનરલ વોર્ડ સાથે એક આઈસોલેટેડ વોર્ડ
 • 1૮માં માળે ૩૫૭ વિદ્યાર્થીઓ સ્ક્રીન પર ઓપરેશન થિયેટરની શસ્ત્રક્રિયા જોઈ શકશે
 • ટુ વે ઓડિયો વિઝ્યુઅલ્સ કોમ્યુનિકેશનની સુવિધા
 • પેપરલેસ હોસ્પિટલ, તમામ દર્દીઓને ટોકન અપાશે
 • તમામ દર્દીઓની હિસ્ટ્રી કોમ્પ્યુટર્સમાં રખાશે

VS હોસ્પિટલની વિશેષતા

 • દર્દીને બેડ સાથે ફેરવી શકાય તેવી ૨૦ હાઈસ્પીડ લીફ્ટ
 • ૧૮ માળ સુધી બે રેમ્પ, ૮ સીડીઓ, ૨૪ લીફ્ટ એલિવેટર્સ
 • ૩૨ ઓપરેશન થિયેટર્સ
 • ૨૨,૦૦૦ ઉચ્ચકક્ષાના લાઈટ ફીક્ચર્સ
 • ૧૪૦૦ કિ.મી. વાયરોનો વપરાશ
 • ૬,૦૦૦ નેટવર્ક પોઈન્ટ
 • ૬૦૦ સીસીટીવી કેમેરા
 • ૨૦૦૦ ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ
 • ૧૫૦૦ બેડની ક્ષમતા, ૧૩૯ આઈસીયુ બેડ
 • ૨૨ વિભાગો, ૯૦ ઓપીડી કન્સલ્ટેશન રૂમ્સ
 • ૯ કિ.મી. લાંબુ ફાયરવર્ક, ફ્રી વાઈફાઈ
 • ૨ બેઝમેન્ટ, ૭૮ મીટર બિલ્ડીંગની હાઈટ
 • ૫૫૦ રેસિડેન્ટ ડૉક્ટરોના ક્વાટર્સ
 • ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ

કોંગ્રેસે વીએસ હોસ્પિટલ કેમ્પસમાં બનેલી નવી હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા કાળા ફૂગ્ગા ઉડાવી વિરોધ કરવામાં આવ્યો. ત્યારે પોલીસે એસજી હાઈવે પરથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિતના કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments