અમદાવાદ : ગુજરાતમાં સૌથી નાની વયની બાળકીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ, માતાએ લીવરનો એક હિસ્સો ડોનેટ કર્યો

0
0

અમદાવાદ. આ જગતમા માતાની મોટું કોઇ નથી. માતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇપણ કરી છૂટે છે. તેનું જીવંત ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. અમદાવાદમાં પોતાની 2 વર્ષની બાળકીને નવજીવન આપવા માટે 31 વર્ષીય માતાએ પોતાના લીવરનો એક હિસ્સો ડોનેટ કર્યો છે. આ લીવર ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર મેળવનાર આ સૌથી નાની વયની બાળકી છે.

લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી

કોરોનાની મહામારીમાં અમદાવાદની સિમ્સ હૉસ્પિટલમાં બે વર્ષની હિરવાને લીવર બીમારી હોવાના કારણે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. રિક્ષા ડ્રાઈવર પિતા અગાઉ એક બાળક આવી જ બિમારીમાં ગુમાવી ચૂક્યા હતા. હિરવાની હાલત ખૂબ જ નાજુક હતી અને આ સમસ્યાને કારણે ઘણી વાર કોમામાં સરી પડી હતી. કોરોના મહામારીને કારણે ટ્રાન્સપ્લાન્ટ કરવુ ઘણુ જોખમી હતું સાથે બાળકી ખૂબ નાની વયની હતી. આમ છતાં ડો. આનંદ ખખરની આગેવાની હેઠળ સિમ્સ હૉસ્પિટલની લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમે કોરોના મહામારીના સમયમાં પડકાર ઉપાડી લીધો હતો. સિમ્સ હૉસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે આ સર્જરી માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. અને લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી.

હિરવાની માતાએ તેમના લીવરનો એક હિસ્સો દાનમાં આપ્યો

ડો. કેયૂર પરીખ જણાવે છે કે હિરવાની માતાએ તેમના લીવરનો એક હિસ્સો દાનમાં આપ્યો હતો અને અમારા ડોકટરોની ટીમે નાની બાળકી હિરવાની સર્જરી કરી છે.  હિરવા સારી રીતે સાજી થતી જાય છે.  હું સિમ્સ ફાઉન્ડેશન, મિલાપ અને સ્વેચ્છાએ અંગદાન કરનાર દાતાનો ખૂબ જ આભારી છું.”  ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેકટર ડો. ધીરેન શાહ જણાવે છે કે “ આ સર્જરી શક્ય બનાવવામાં અમને ગુજરાત સરકારની નોંધપાત્ર સહાય મળી છે. કોરોના મહામારીમાં અમને સહયોગ પૂરો પાડવા બદલ  અમે ડો. જયંતિ રવિ અને ડો. રાઘવેન્દ્ર દિક્ષિતના આભારી છીએ” સિમ્સ હૉસ્પિટલ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માત્ર છ માસ જૂનો છે અને અત્યાર સુધીમાં અમને કોઈ પણ મૃત્યુ વગર 100 ટકા સફળતા હાંસલ થઈ છે. અત્યાર સુધીમાં 5 જીવતા દાતા સહિતનાં 6 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે અને અત્યાર સુધીમાં તમામની તબીયત સારી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં આ સિધ્ધિ આસાનીથી હાંસલ થતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here