Saturday, April 26, 2025
Homeકેન્સર નિદાન માટે "લિરીન્ગોસપીમશીન જામનગરની ઇરવીન હોસ્પિટલમાં અર્પણ
Array

કેન્સર નિદાન માટે “લિરીન્ગોસપીમશીન જામનગરની ઇરવીન હોસ્પિટલમાં અર્પણ

- Advertisement -

સ્વ.કેશવલાલ પી. જાની (નવાનગર બેંક વાળા) તથા સ્વ. હિરાબેન કેશવલાલ જાની એ પોતાના વીલમાં પોતાની મિલ્કતોમાંથી કિડની ડાયાલીસીસ તથા કેન્સર વિભાગમાં જરૂરિયાત મુજબના મશીનોનું દાન આપવાની ઇચ્છા વ્યકત કરેલ. તેઓની ઇચ્છા મુજબ તેઓના પરિવારના સદસ્યો સુધાબેન કે. જાની, ડો. નિરંનભાઇ જાની, સ્વ. યોગેશ કેશવલાલ જાનીના વારસો, શ્રીમતી શ્રધ્ધાબેન જાની તથા દર્શિતા જાની, તેમજ વીલના એકઝીકયુટર હસમુખ હિંડોચા એ આ અગાઉ જામનગરની પ્રતિષ્ઠિત ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં કિડની ડાયાલીસીસ વિભાગમાં રૂા 10 લાખના ખર્ચે મિનરે ઈકોકાર્ડિયો મશીન અર્પણ કરેલ. વીલકર્તાની ઇચ્છા મુજબ હોસ્પિટલના કેન્સર વિભાગના ડો. સોૈની, ડો.હેતલબેનનો સંપર્ક કરતાં તેઓએ પોતાના કેન્સર વિભાગમાં ફલેકસીબલ લિીરીન્ગોસપી મશીનની જરૂરીયાત હોવાનું જણાવેલ, જેનો દાતા જાની પરિવારે સ્વિકાર કરી રૂા 7,50,000/- કિંમતનું મશીન ખરીદી હોસ્પિટલના કેન્સરવિભાગને અર્પણ કરેલ.

આ સમયે સ્વ. જાની પરિવારના દાતા જાની તથા અંગત સ્નેહીઓ પ્રમોદભાઇ મહેતા, અજીતભાઇ વોરા, તથા રાજુભાઇ શાહ ઉપસ્થિત રહેલ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નંદિની દેસાઇ, ડો. વિજયભાઇ પોપટ, અધિક ડીન ડો. ચેટર્જી, સુપ્રિ. ડો. તિવારી, કેન્સર વિભાગના ડોકટરો તથા કર્મચારી ગણને સદરહુ મશીન અર્પણ કરેલ.

ઉપરોકત ફલેકસિબલ લિરીન્ગોસ્પી મશીન કેન્સર વિભાગમાં ઉપલબ્ધ થતાં સોૈરાષ્ટ્ર-જામનગર વિસ્તારમાં સોૈથી વધુ જોવા મળતાં ગળા,કાન, નાકનાં કેન્સરના રોગમાં પણ ખાસ કરીને શ્વાસનળીમાં અલગ-અલગભાગોના કેન્સરનું શરૂઆતના સ્ટેજમાં નિદાન કરવું દુષ્કર હોય છે તેવા દર્દીઓનું નિદાન ખુબ ઝડપથી અને સરળતાથી થઇ શકશે. ઉપરાંત નિદાન સારવાર બાદ સમયાંતરે રોગોની સ્થિતિ પર સતત નજર રાખી શકાશે. આ મશીન ઉપલબ્ધ થવાથી સમગ્ર સોૈરાષ્ટ્રની જનતા માટે ઉપયોગી બની રહેશે.

ઉપરોકત મશીન અર્પણ થતાં તે સમયે ડિન ડો. નંદિનીબેન દેસાઇએ દાત્તા પરિવારનો આભાર માનેલ.

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular