ઓસ્ટ્રેલિયા પ્રવાસ : ભારતીય ખેલાડીઓએ કહ્યું- બાયો બબલમાં રહેવું ફાઈવ સ્ટાર જેલ જેવું છે, IPLમાં ખેલાડી 3 મહિના બાયો બબલમાં રહ્યા.

0
5

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજકાલ સિડનીમાં બાયો બબલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. કોરોનાના કારણે ખેલાડીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો છે. ઓસ્ટ્રેલિયા આવેલા મોટા ભાગના ખેલાડીઓ દુબઈમાં આઈપીએલમાં લગભગ ત્રણ મહિના સુધી બાયો બબલમાં રહ્યા હતા, પરંતુ હવે તેઓ આ રીતે રહીને પરેશાન થઈ ગયા છે. તેમનું કહેવું છે કે, બાયો બબલમાં રહેવું ફાઈવ સ્ટાર જેલ જેવું છે. અહીં ખેલાડીઓ પર આકરા પ્રતિબંધ છે.

આઈસોલેશનના નિયમોના કારણે અનેક ખેલાડીઓ સતત સિરીઝ નથી રમતા, જેથી તેઓ પરિવાર સાથે રહી શકે. આઈપીએલ પછી કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. આ વન-ડે સિરીઝની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે.

ખેલાડીઓ ગ્રૂપ મીટિંગ ના કરી શકે, સાથે ભોજન લેવા પર પણ રોક

  • ખેલાડીઓના ટ્રાન્સપોર્ટેશન માટે ચાર મોટી કાર છે. દરેકમાં 10-11 લોકો બેસી શકે છે.
  • ખેલાડીઓને ગ્રૂપ મીટિંગ કરવા પર પ્રતિબંધ છે. તેઓ એકસાથે બેસીને ભોજન નથી કરી શકતા.
  • હોટલમાં વર્કઆઉટ પણ ના થઈ શકે. હોટલથી મેદાન સિવાય પણ તેઓ ક્યાંય ના જઈ શકે.

ઈજામાંથી બહાર આવી રહ્યો છું અને લાંબી ઈનિંગ માટે તૈયારી કરી રહ્યો છું: રોહિત શર્મા

રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને લઈને ચર્ચામાં છે. એનસીએમાં રિહેબ કરી રહેલા રોહિતે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો હું નથી જાણતો કે, મારી સાથે શું થઈ રહ્યું હતું. પરંતુ હું ઈજાને લઈને બોર્ડ અને મુંબઈમાં સતત સંપર્કમાં હતો. મેં મુંબઈને કહી દીધું હતું કે, હું મેદાન પર ઉતરી શકું છું કારણ કે, આ ફોર્મેટ નાનું છે. હું પરિસ્થિતિઓનો સારી રીતે સામનો કરી શકીશ. એકવાર હું નક્કી કરી લઉં તો બસ તેના પર જ ધ્યાન આપું છું. હેમસ્ટ્રિંગની ઈજામાંથી બહાર આવીને સારું લાગી રહ્યું છે. લાંબા ફોર્મેટમાં રમતા પહેલા જરૂરી છે કે, ટ્રેનિંગમાં કોઈ પ્રકારની કમી ના રહી જાય.

IPLના દેખાવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા દબાણ ઘટાડ્યું : મોહમ્મદ શમી

મોહમ્મદ શમીએ કહ્યું કે, આઈપીએલમાં સારા પ્રદર્શનથી હું ખુશ છું. આ કારણસર જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા મારા પરનું દબાણ ઘટ્યું છે. શમીએ ટી-20 લીગમાં પંજાબ તરફથી રમીને 20 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મુંબઈ વિરુદ્ધ ડબલ સુપર ઓવરની મેચમાં શમીએ ફક્ત પાંચ રન આપ્યા હતા. શમીએ કહ્યું કે, લીગમાં સારા દેખાવથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. આ કારણથી હું ટેસ્ટ સિરીઝ પહેલા કોઈ જ પ્રકારના દબાણ વિના તૈયારી શરૂ કરી શક્યો છુ. મારા પર કોઈ જ પ્રકારનું દબાણ નથી. લૉકડાઉનમાં મેં બૉલિંગ અને ફિટનેસને લઈને ઘણી મહેનત કરી હતી. મને ખબર હતી કે, આઈપીએલ યોજાશે. તેથી મેં મારી જાતને તૈયાર રાખી. હવે અમારે લિમિટેડ ઓવરની સિરીઝથી શરૂઆત કરવાની છે. મારું ફોકસ રેડ બૉલ પર છે. હું લેન્થ અને સીમ મૂવમેન્ટ પર પણ કામ કરી રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here