ગુજરાત : MSME એકમોની લોન 15 દિવસમાં મંજૂર કરાશે

0
12

ગાંધીનગર: રાજ્યના એમએસએમઇ એકમોને નાણાકીય સહાયતા માટે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા છે. જે મુજબ એમએસએમઇ એકમોને અરજીના 15 દિવસમાં જ લોનની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આ માટે 54 જેટલી સ્પેશિયલાઇઝડ બ્રાન્ચ દ્વારા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં ફંડીંગ આપશે.

સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થયેલા આ એમઓયુમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ, સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગકારો તેમજ પછાત વિસ્તારના એમએસએમઇ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે. જે નવા ઉદ્યોગ સાહસિકો ગુજરાતમાં એમએસએમઇ એકમો સ્થાપવા માંગે છે તેમને વર્કિંગ કેપિટલ અને પ્રોજેક્ટ કોસ્ટ માટે સરળતાથી નાણાકીય સહાય મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here