નાણાં મંત્રી : 20 લાખ કરોડમાંથી MSMEને 3 લાખ કરોડની લોન; તે 4 વર્ષ માટે અને ગેરન્ટી ફ્રી હશે, તેનાથી 45 લાખ લધુ અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે

0
15

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આપવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ થઈ છે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે.

3 લાખ કરોડની લોન MSMEને કઈ રીતે થશે ફાયદો, સમજો

  • લોન 4 વર્ષ માટે અને 100 ટકા ગેરન્ટ ફ્રી છે.
  • તે ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય.
  • 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
  • 31 ઓક્ટોબર 2020 સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે.
  • કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. 45 લાખ MSMEને ફાયદો થશે.

નાણાં મંત્રીની સ્પીચ

  • MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે
  • નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે.
  • આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ.
  • આત્મનિર્ભર ભારત માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી.પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here