અમદાવાદ : શહેરકોટડા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ દારૂ વેચતા બુટલેગરો સામે વિરોધ કર્યો

0
33

રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બે દિવસ પહેલા નરોડા જીઆઇડીસી વિસ્તારમાં દેશી દારૂના વેચાણ માટે PSI અને પોલીસ સાથે સેટીંગ હોવાના બુટલેગરના વીડિયો સામે આવ્યા બાદ આજે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલી પોપટલાલની ચાલી, ડાહ્યાલાલની ચાલી અને વકીલની ચાલીમાં બૂટલેગરોથી પરેશાન થઈ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરકોટડા પોલીસ સ્ટેશન હદમાં પીઆઇ અને વહીવટદારના રહેમનજર હેઠળ દારૂના અડ્ડા હપ્તા લઈ ચાલતા હોવાના બેનર લાગ્યા હતા જેમાં પીઆઈની બદલી પણ થઈ હતી. આ મામલે શહેરકોટડા સેકન્ડ પીઆઇ ડી.બી.ડાભીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

 

ત્રણેય ચાલી ના લોકોએ બુટલેગરોમાં નામ સાથે બેનરો છપાવી વિરોધ પ્રદર્શન કર્યું
(ત્રણેય ચાલી ના લોકોએ બુટલેગરોમાં નામ સાથે બેનરો છપાવી વિરોધ પ્રદર્શન કર્યું)

 

બૂટલેગરો દ્વારા ચાલીના રહીશોને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ

શહેરકોટડા પોલીસની હદમાં આવતી પોપટલાલની ચાલી, ડાહ્યાલાલની ચાલી અને વકીલની ચાલીમાં દેશી દારૂનું વેચાણબુટલેગરો દ્વારા કરવામાં આવે છે. બૂટલેગરો દ્વારા ચાલીના રહીશોને માનસિક ત્રાસ આપી ધાકધમકીઓ આપતા હોવાની રહીશોનો આક્ષેપ છે. અમદુપુરા પોલીસ ચોકીમાં પણ અરજીઓ કરવામા આવી છે. બુટલેગરોને પોલીસ છાવરે છે અને તેઓના ત્રાસથી આજે ત્રણેય ચાલી ના લોકોએ બુટલેગરોમાં નામ સાથે બેનરો છપાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બુટલેગરો હાય હાય, દારૂબંધી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ક્યાં ક્યાં બુટલેગરો સામે વિરોધ

ભૂરી ઉર્ફે ઝરીનાબાનું શેખ
ઝહિર પીરમહમંદ શેખ (ભુરીનો ભાઈ)
શહેનાઝ શેખ (ભુરીની ભાભી)
કુસુમ વોરા
કિરણ વોરા
ચંદ્રિકા પરમાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here