Sunday, October 24, 2021
Homeરાજકોટ : રહેણાંક વિસ્તારમાં આવેલી મંગલમ કોવિડ હોસ્પિટલનો સ્થાનિક મહિલાઓએ થાળી-વેલણ વગાડી...
Array

રાજકોટ : રહેણાંક વિસ્તારમાં આવેલી મંગલમ કોવિડ હોસ્પિટલનો સ્થાનિક મહિલાઓએ થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો

રાજકોટ સહિત જીલ્લામાં કોરોનાના કેસ વધતા જાય છે. જેના લઈ સરકાર અને કલેકટર તંત્રએ ખાનગી હોસ્પિટલ સાથે MOU કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં બેડ ઘટશે તેવી ભીતિને લઈ ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરી ત્યાં સારવાર આપવાનું નક્કી થતા સ્થાનિકોમાં ભય ફેલાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરનાં અમીન માર્ગ પર આવેલી મંગલમ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. સ્થાનિક મહિલાઓએ થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને સૂર્યોદય સોસાયટીના લોકોએ વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો છે. ‘કોવિડ સેન્ટર દૂર કરો’નાં નારા સાથે મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

મંગલમ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સારવાર બંધ કરવામાં આવે:સ્થાનિકો

સૂર્યોદય સોસાયટી અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ તંત્રને પત્ર લખીને રજૂઆત કરી છે. મંગલમ હોસ્પિટલ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકો સાથે પરિવારજનો રહે છે. જેથી કોરોના સંક્રમણ વધવાનો ભય રહે છે. જેથી તાત્કાલીક મંગલમ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સારવાર બંધ કરવામાં આવે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમારા ઘરની બાલકની હોસ્પિટલની બાજુમાં જ આવે છે જેથી અમને કોરોના સંક્રમણ થવાનો ભય રહે છે. જેથી આ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં ન આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments