સુરત : જીલાની બ્રિજ પર સર્પાકાર રીતે સ્કૂટર ચલાવતા લબરમૂછીયાઓના આતંકથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યાં

0
15

શહેરના કતારગામ અને અડાજણને જોડતા જીલાની બ્રિજ પર લબરમૂછીયાઓનો આતંક વધી રહ્યો છે. સર્પાકાર રીતે આખા રસ્તા પર મોપેડ ચલાવીને રેસ લગાવવામાં આવે છે. જેથી રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. અકસ્માતનો ભય સર્જાય તે રીતે મોપેડ ચલાવવા, મોપેડની ઘોડી રસ્તા પર ઘસીને તીખારા કરવા જેવા કરતબો આ લબરમૂછીયાઓ કરતાં હોય છે. જેથી સ્થાનિક લોકોએ આ લબરમૂછીયાનો પીછો કરી વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે આ લબરમૂછીયા ઉધનાથી રેસ લગાવવા માટે આવતા હોવાની સાથે રોંગ સાઈટમાં પણ ફૂલ સ્પીડમાં બાઈક ચલાવતાં હોવાનુંકહેવામાં આવી રહ્યું છે. જેથી આવા તત્વો પર પોલીસ તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે.

રસ્તા પર બેફામ પણ બાઈક ચલાવવા અને રોંગ સાઈડમાં પણ આ યુવકો રેસ લગાવતા હોવાનું સામે આવ્યું છે.
(રસ્તા પર બેફામ પણ બાઈક ચલાવવા અને રોંગ સાઈડમાં પણ આ યુવકો રેસ લગાવતા હોવાનું સામે આવ્યું છે.)

 

નંબર પ્લેટ વગર રસ્તે રખડ્યાં

શહેરમાં પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાઓ રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે બેફામપણે મોપેડ ચલાવતા લબરમૂછીયાઓના ત્રાસથી એક્સિડન્ટ સર્જાવાનો પણ ભય રહે છે. વીડિયો ઉતારનારાએ લબરમૂછીયાને પકડીને તેમની પાસેથી કાગળ માંગ્યા હતાં જો કે તેમની પાસે કોઈ જ દસ્તાવેજ કે ગાડીની નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું હતું.

રસ્તા પર મોપેડની ઘોડી ઘસીને તિખારા કરવા સહિતના જોખમી કરતબો આ લબરમૂછીયા કરતાં હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે.
(રસ્તા પર મોપેડની ઘોડી ઘસીને તિખારા કરવા સહિતના જોખમી કરતબો આ લબરમૂછીયા કરતાં હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે.)

 

પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી

જીલાની બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બાઈક રેસ બહુ લાગે છે. જેથી પોલીસે પેટ્રોલિંગ કરીને આ વિસ્તારમાં આંતક મચાવનારા સામે કાર્યવાહી કરવી જોઈએ. એકાદ નમૂના રૂપ કામગીરી કરવામાં આવે તો એક્સિડન્ટ ઘટી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here