વડોદરા : શાસ્ત્રી બ્રિજ પાસે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સ્થાનિકોની માંગ, મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

0
4

વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગણી કરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે શાસ્ત્રી બ્રિજ વિસ્તારના લોકોને નવાયાર્ડ સુધી દવા લેવા માટે જવું પડે છે.

શાસ્ત્રી બ્રિજ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તો હજારો લોકોને લાભ લઇ શકશે

સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પહેલા શાસ્ત્રી બ્રિજ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું, પરંતુ, આ આરોગ્ય કેન્દ્ર બંધ કરીને નવાયાર્ડ વિસ્તારમાં લઇ જવામાં આવ્યું હતું. નિયમ મુજબ 50 હજારની વસ્તીમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઇએ. શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં 20 હજાર ઉપરાંત લોકો રહે છે. શાસ્ત્રી બ્રિજ વિસ્તારના લોકોને નવાયાર્ડમાં દવા લેવા માટે જવું પડે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ ઉપરાંત ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ત્યારે શાસ્ત્રી બ્રિજ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવું જરૂરી છે. જો શાસ્ત્રી બ્રિજ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો વિસ્તારના હજારો લોકોને તેનો લાભ લઇ શકશે.

શાસ્ત્રી બ્રિજથી નવાયાર્ડ દૂર હોવાથી લોકોને આર્થિક ખર્ચ થાય છે

સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી મૂક્યો છે. પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ન હોવાથી લોકોને નવાયાર્ડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના ટેસ્ટ કરવા સહિત વિવિધ બિમારીની સારવાર માટે જવું પડે છે. શાસ્ત્રી બ્રિજથી નવાયાર્ડ દૂર હોવાથી લોકોને આર્થિક ખર્ચ પણ થઇ રહ્યો છે. અમરાપુરનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. તો એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં પણ શરૂ કરવામાં તેવી માંગણી છે.

વહેલી તકે શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગ શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. રજૂઆત કરવા માટે આવેલા લોકો કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરીને કોર્પોરેશનની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપીને વહેલી તકે શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here