બનાસકાંઠા : લોકડાઉન કોરોના સંકટમાં વિચરતા અને વિમુકત સમુદાયના લોકોની કફોડી હાલત….

0
6
*માનવીય મૂલ્યોને  ન ભુલીયે કોરોના તો મરસે પણ સંવેદનહીન નહિ સંવેદનશીલ બનીયે*
લોકડાઉન દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં ઘણાય વિચરતા સમુદાયના લોકો કે જેઓ ધંધા રોજગાર માટે સતત વિચરતા રહે છે અેમનુ કાયમી કોઈ સરનામું હોતું નથી અને સતત રખડતું ભટકતું જીવન અને ઘેટાબકરાં એ એમની જાગીરી હોય છે તેઓ પોતાનું પેટીયુ રળવાં માટે અેક જગ્યાએ થી બીજી જગ્યાએ આ પશુપાલન ને જીવાડવા માટે તેઅો કચ્છ અને રાજસ્થાનથી તેઅો ગુજરાત ભણી આવે છે. લોકડાઉન વચ્ચે અત્યારે ગામડાઓમાં માનવતાને ન છાજે તેવા અપમાનજનક શબ્દ પ્રયોગો કરીને આ લોકો સાથે બે રહેમ પૂર્વક આ લોકો સાથે વર્તન કરવામાં આવી રહયુ છે.જયાં પણ અા મજબુર લોકો જાય ત્યાં તેમને માણસ ને ન શોભે તેવો વ્યવહાર થઇ રહ્યો છે.જે કેટલા અંશે વ્યાજબી??
કોરોના સંકટ ઉભું થતા લોકડાઉન થયું છે ત્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં સતત રખડતું ભટકતું જીવન ગુજારતા વિચરતા સમુદાયના પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો ને ગામડાઓના પડતર ખરાબાની જગ્યાઓ માં બેસવા નથી દેવાતા અને સતત ઉપેક્ષાઓના ભોગ બની રહ્યા છે અને ઠેરઠેરથી તેઓના પરિવાર સાથે વિચરણ કરી રહેલા સમુદાયના લોકો સાથે નું બેહૂદુ વર્તન ખરેખર માનવતા ને શમૅગાર કરી રહયુ છે.જાણે આમ સમાજમાં માનવતા મરીપરવારી હોય તેવું ફિલ કરી રહ્યા છે જે આ લોકડાઉન દરમિયાન અયોગ્ય થઈ રહ્યું છે માટે વિચરતા સમુદાયના આવા પરિવારો જે ઘેટાબકરાં ચરાવી પોતાનું ગુજરાન કરતા આવા પરિવારો નું પણ હાલ પુરતું નિર્વાહ નું સુનિશ્ચિત થાય તે જરૂરી બાકી લોકો કોરોના થી તો મરતા મરસે પણ આવા  અસ્થાઈ પરિવારો પ્રત્યે સંવેદનાઓ મરવી ન જોઈએ પરંતુ તેને વધારે સજાગ કરી આ લોકો ને આશરો આપવો જોઈ એ…..
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here