Friday, August 6, 2021
Homeલોકડાઉન ઈફેક્ટ- અમદાવાદીઓએ સોશિયલ મીડિયામાં શરૂ કર્યો નવો ટ્રેન્ડ, દરરોજ અવનવી...
Array

લોકડાઉન ઈફેક્ટ- અમદાવાદીઓએ સોશિયલ મીડિયામાં શરૂ કર્યો નવો ટ્રેન્ડ, દરરોજ અવનવી વાનગીઓની ફૂડ ચેઈન બનાવી ફોટોઝ-વિડિયો શેર કર્યા

  • લોકડાઉન ડે-1 ડિશ નામ સાથે દરરોજ નવા નવા વ્યંજનો સાથે ફૂડ ચેઇનનો ટ્રેન્ડ શરૂ
  • પોતાની સેલ્ફને એક્સપ્લોર કરવા માટે ઘરે જાતે વ્યંજનો બનાવ્યા – MY FM RJ મયંક
  • ઘરમાં વાનગીઓ બનાવવા લાગી ત્યાર પછી હવે બહારનું ખાવાની ઈચ્છા નથી થતી – દિપ્ના ક્રિપ્લાની

ચોકલેટ કેક, પિઝ્ઝા , નો બેક ચીઝ મેન્ગો કેકની સાથે બીજા વ્યંજનો

સીએન 24,ગુજરાત

અમદાવાદઅમદાવાદની જનતા ખાવાની ખૂબ જ શોખીન છે, તેવામાં માણેક ચોક, ફૂડ સ્ટ્રીટ તથા હેપ્પી સ્ટ્રીટ બંધ હોવાને લીધે અમદાવાદીઓ માટે આ સમય ચેલેન્જિગ રહ્યો. શહેરના સેલિબ્રિટીઝ, ગૃહિણીઓ, વર્કિંગ વુમન તથા પુરુષો પણ આ લોકડાઉનમાં શેફ બની ગયા છે. સામગ્રીઓ અને શાકભાજી મર્યાદિત માત્રામાં હોવા છતાં તેમણે પોતાના પ્રિય વ્યંજનો ઘરે બેઠા બનાવ્યા અને સોશિયલ મીડિયામાં તેના ફોટોઝ અને વિડિયો પોસ્ટ કરતા રહ્યા છે. અમદાવાદીઓએ લોકડાઉન ડે-1 ડિશ એમ નામ સાથે દરરોજ નવા નવા વ્યંજનો સાથે ફૂડ ચેઇનનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. સીએન 24 કેટલાક અમદાવાદના સેલિબ્રિટીઝ અને લોકો સાથે આ અંગે વાત કરતા જાણવા મળ્યું કે, લોકડાઉનમાં ઘરે વ્યંજન બનાવતા હોવાથી લોકો આ સમયે ઘરનું બનાવેલું ખાવાનું વધારે પસંદ કરે છે. જ્યારે જનજીવન યથાવત થશે પછી સમયના અભાવે ફરીથી અમદાવાદની ફૂડ સ્ટ્રીટ ધમધમી ઉઠશે.

અમદાવાદીઓના અવનવા વ્યંજનો બનાવવાના અનુભવો
સીએન 24ની વાતચીત સાથે 94.3 MY FMના RJ મયંકે જણાવ્યું કે, RJ હોવાને કારણે તેમણે જમવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, તેઓ વધારે તીખું તળેલું ખાઈ શકતા નથી.  જેથી તે ખૂબ જ લિમિટેડ જગ્યાએ ખાવા જતા હોય છે. લોકડાઉન પહેલાં તેમને ક્યારેય રસોડામાં પગ પણ નહોતો મુક્યો પરંતુ આ સમયનો સદુપયોગ કરીને RJ મયંકે ઘણું બધું નવું એક્સપ્લોર કર્યું છે.  તેમણે ફાફડા, જલેબી, પુડલા અને સૌથી વધુ ટ્રેન્ડિંગ ડાલગોના કોફી પણ જાતે બનાવીને લોકડાઉનમાં એક સારા RJની સાથે શેફ પણ બની ચૂક્યા છે.

MY FMના RJ મયંકે બનાવેલી વાનગીઓ

ફૂડ ચેઈન વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, ઘણા બધા લોકોને સોશિયલ મીડિયામાં ફોટોઝ અને વીડિયો શેર કરતા તેમણે જોયા છે. પરંતુ તેઓ આમાંથી બાકાત રહ્યા છે. તેમણે માત્ર પોતાની સેલ્ફને એક સારા શેફ તરીકે એક્સપ્લોર કરવા માટે ઘરે જાતે વ્યંજનો બનાવ્યા છે અને તમામ અમદાવાદીઓને સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે કહ્યું છે. – RJ મયંક, 94.3 MY FM

દિપ્ના ક્રિપ્લાનીએ લોકડાઉનમાં બનાવેલી વાનગીઓ

દિપ્ના ક્રિપ્લાનીએ કહ્યું કે, લોકડાઉન અનિશ્ચિત સમય સુધી હોવાને કારણે શરૂઆતમાં ઘણું બધું કામ માથે આવી પડયું હતું. જિંદગીમાં પહેલા ક્યારેય રસોઈ નહોતી કરી પરંતુ પોતાની મનપસંદ વાનગી ખાવા માટે તેમણે રસોડામાં સમય વિતાવવાનો શરૂ કરી દિધો છે. અમદાવાદનું રોજિંદુ જીવન થંભી જતા તેમણે ઘણા બધા નવા અનુભવો કર્યા છે.  તેમને કૂકીંગનો શોખ પહેલેથી હતો, પરંતુ એક વર્કિંગ વુમન હોવાને કારણે ચોક્કસ સમય રસોઇમાં  નહોતા ફાળવી શકતા. લોકડાઉન તેમના માટે એક નવી ઓપર્ચ્યૂનિટિ લઈને આવ્યું. તેમણે ઓનલાઈન રેસિપી લઈને પર્યાપ્ત સામગ્રીમાં ઘરે મનગમતા વ્યંજનો બનાવવાના શરૂ કરી દીધા હતા. ત્યાર પછી ફૂડ ચેઈનના ટ્રેન્ડની સાથે ચાલતા તે પણ પોતે બનાવેલી બધી વાનગીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેર કરતા રહ્યા છે. તેઓ કોરોનાની સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા બનાવવાની રીત પણ સોશીયલ મીડિયાના પોતાના પેજ પર શેર કરતા રહે છે.

ટ્રેચ લિચેસ મેન્ગો ક્રિમ કેક

વધુમાં તેમણે ઉમેર્યું કે,  ઘરમાં બધી વાનગીઓ બનાવવા લાગી ત્યાર પછી  હવે બહારનું ખાવાની ઈચ્છા નથી થતી. તેમનું માનવું છે કે કોરોનાને કારણે હજુ ફાસ્ટ ફૂડની માંગ ઉપર થોડોક ઈફેક્ટ થઈ શકે એમ છે. અત્યારે મોટાભાગે તમામ હોટલો અને રેસ્ટોરન્ટો પણ પોતાના ગ્રાહકો અને સ્ટાફના સ્વાસ્થ્યની કાળજીના હેતુથી ગાઈડલાઈનનું ચુસ્ત પણે અમલ કરી રહ્યા છે. આ જોતા રોજીંદુ જીવન શરૂ થયા પછી ફરીથી અમદાવાદના ફૂડ સ્ટ્રીટની રોનક પાછી આવી જશે તેમ લાગે છે. – દિપ્ના ક્રિપ્લાની, ફેશન ઓન્ટ્રેપ્રિન્યોર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments