કોરોના અપડેટ વર્લ્ડ : 38576ના મોત, સ્પેનમાં 24 કલાકમાં 849ના અને ફ્રાન્સમાં 24 કલાકમાં 418 લોકોના મોત, ઈટાલીમાં 12મી એપ્રિલ સુધી લોકડાઉન વધારાયું

0
8

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો, એક સહયોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેલ્ફ આઈસોલેટ થયા

ઈન્ટરનેશનલ ડેસ્ક : કોરોના વાઈરસના વિશ્વભરમાં સાત લાખ 96 હજાર 397 કેસ નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુઆંક 38 હજાર 576 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 65 હજાર 607 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં એક લાખ 64 હજાર 253 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યાર મૃત્યુઆંક 3165 થયો છે. ઈટાલીમાં કોરોનાનો કહેર યથાવત છે અહીં પોઝિટિવ કેસ એક લાખ એક હજાર 739 થઈ ગયો છે અને મૃત્યુઆંક 11591 થયો છે. નોંધનીય છે કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે , એક સહયોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેલ્ફ આઈસોલેટ થયા છે. સ્પેનમાં 24 કલાકમાં 849 લોકોના મોત થયા છે, જ્યારે ફ્રાન્સમાં 24 કલાકમાં 418 લોકોના મોત થયા છે.

પનામામાં  જેન્ટરના આધારે ક્વોરન્ટીનની જાહેરાત

અમેરિકાના પનામામાં સરકારે જેન્ટરના આધારે ક્વોરન્ટીનની જાહેરાત કરી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ સોમવાર, બુધવાર અને શુક્રવારે બે કલાક ઘરની બહાર નિકળી  શકશે. પુરુષો મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઘરની બહાર નિકળી શકશે. રવીવારે કોઈને પણ ઘરની બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી નથી.

એક રિપોર્ટ મુજબ પનામામાં 1075 પોઝિટિવ કેસ છે. જ્યારે અહીં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક સપ્તાહથી લોકડાઉન છે જે આગામી 15 દિવસ ચાલું રહેશે. સાથે લોકોને સોશિલ ડિસ્ટેસિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

પનામામાં મેપમાં પોઝિટિવ લોકોને દર્શાવતા અધિકારી.

વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ

વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેનો ભંગ કરનારને રૂ. 3.70 લાખ (પાંચ હજાર ડોલર)નો દંડ અથવા 90 દિવસની જેલ અથવા બન્ને સજા ફટકારવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે બીજા અન્ય દેશની સરખામણીમાં અહીં 10 લાખ લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. અમેરિકાના આરોગ્ય મંત્રી એલેક્સ અજારે કહ્યું કે અમે દરરોજ એક લાખ સેમ્પલની તપાસ કરી રહ્યા છીએ.

કોલંબિયા જિલ્લાના મેયર મુરિયલ બોસરે સોમવારે ટ્વિટ કર્યું કે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે હું કોલંબિયા જિલ્લામાં લોકોને ઘરમાં રહેવાનો આદેશ આપું છું. લોકોને જરૂરી કામ હોસ્પિટલ જવું હોય, ભોજન માટે, જરુરી વસ્તુઓ માટે જ ઘરમાંથી બહાર નિકળવાની સલાહ આપવામાં આવી છે. વોશિંગ્ટનના આસપાસના રાજ્યો વર્જિનિયા અને મેરીલેન્ડમાં એક દિવસ પહેલાજ આ પ્રકારનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં પોઝિટિવ કેસ 1848, એક દિવસમાં સાતના મોત, મૃત્યુઆંક 23

પાકિસ્તાનમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અહીં પોઝિટિવ કેસની સંખ્યા 1848 થઈ ગઈ છે. અહીં 23 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક દિવસમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનનો પંજાબ વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં 651 કેસ અને નવ મોત થયા છે. સિંધમાં 627 પોઝિટિવ કેસ અને છ લોકોના મોત થયા છે. બલૂચિસ્તાનમાં 154 કેસ અન એક મોત થયું છે. ઈસ્લામાબાદમાં 52 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના કેસ વધતા પાકિસ્તાને રૂ. 1200 બિલિયન રાહત પેકેજની જાહેરાત કરી

ઈટાલીના બરગામો શહેરમાં ધર્મશાળાને સેનિટાઈઝ કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓ

અમેરિકા ઈટાલીમાં 10 કરોડની મેડીકલ સામાન મોકલશે

કોરોના વાઈરસની મહામારીથી ઈટાલીમાં ગંભીર સંકટ ઊભુ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે મેં ઈટાલીના પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. અમારી પાસે જે વધારાનો મેડીકલ સામાન છે અને જેની આપણને જરૂર નથી તે ઈટાલી મોકલવામાં આવશે, જેની કિંમત 10 કરોડ ડોલર છે. ટ્રમ્પે કહ્યું ચીન અને રશિયા પણ અમેરિકાને જરૂરી મેડીકલ સામાન મોકલી રહ્યા છે.  ઈટાલીમાં કોરોનાથી 11591 લોકોના મોત થયા છે અને એક લાખથી વધારે પોઝિટિવ કેસ છે.

ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ

ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ એક હજાર 739 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 11591 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં દરરોજ સરેરાશ 600 લોકો જીવ ગુમાવે છે. ઈટાલીમાં લોકડાઉનના સમયગાળાને વધારી દેવામાં આવ્યો છે. સંક્રમણના દરમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. સોમવારે અહીં 1648 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રવીવારે અહીં 3815 કેસ નોંધાયા હતા. ઈટાલી કોરોના વાઈરસમાં સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં 21 ફેબ્રુઆરીના રોજ પ્રથમ કેસ સામે આવ્યો હતો.

પત્રકારોને સંબોધતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

સ્પેનમાં ચીન કરતા વધારે પોઝિટવ કેસ

મોતની બાબતમાં ઈટાલી પછી સ્પેન પ્રભાવિત દેશમાં બીજા નંબરે આવે છે . પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો સ્પેનમાં 87956 થઈ છે, જ્યારે ચીનમાં 81518 કેસ નોંધાયા છે. સ્પેનમાં મૃત્યુઆંક 7716 થયો છે, જ્યારે ચીનમાં 3305 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 164253 3136
ઈટાલી 101739 11591
સ્પેન 87956 7716
ચીન 81518 3305
જર્મની 66885 645
ફ્રાન્સ 44550 3024
ઈરાન 41495 2757
બ્રિટન 22141 1408
સ્વિત્ઝરલેન્ડ 15922 359
બેલ્જિયમ 11899 513
નેધરલેન્ડ 11750 864
તુર્કી 10827 168
દ. કોરિયા 9786 162
ઓસ્ટ્રિયા 9618 108
કેનેડા 7474 92
પોર્ટુગલ 6408 140
ઈઝરાયલ 4695 16
બ્રાઝીલ 4661 165
ઓસ્ટ્રેલિયા 4514 19
નોર્વે 4462 32
સ્વિડન 4028 146
આયરલેન્ડ 2910 54
મલેશિયા 2626 37
ભારત 1251 32

અપડેટ્સ

બ્રિટનમાં લોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેડીકલ સ્ટાફને પાર્કિંગની સુવિધા આપવામાં આવી.

જર્મનીના ચાન્સલર એન્જલા મર્કેલનો રિપોર્ટ ત્રીજી વખત નેગેટિવ આવ્યો.

સ્ટડીમાં ખુલાસો: સોશિયલ ડિસ્ટન્સિંગ કોરોના વાઈરસની મહામારીમાં જીવને બચાવે છે.

રશિયાના પ્રમુખ પુતિન અને અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસની મહામારી અંગે ફોન પર ચર્ચા કરી.

ઈઝરાયલના પ્રધાનમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેના મદદનીશ સંક્રમણનો ભોગ બન્યા બાદ તેનો ટેસ્ટ કરાયો હતો.

ઈટાલીમાં 12 એપ્રિલ સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યો.

રશિયામાં રહેલા વિદેશીઓના વિઝા 90 દિવસ લંબાવવામાં આવ્યા.

જોન્સન એન્ડ જોન્સન કોરોનાની રસીનું માણસ ઉપર ટ્રાયલ શરૂ કરશે અને તે આવતા વર્ષે બજારમાં આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here