પ્રાંતિજ : પોલીસની પ્રસંશનીય કામગીરી, લોકડાઉનનું કરાવે છે ચુસ્ત પાલન.

0
8

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હાલ લોકડાઉનને લઇને પ્રાંતિજ પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત પણે પાલન કરવામાં આવે છે તો વગર કામના બાઇક સવારો તથા કાર ચાલકો લટાર મારવા નિકળેતો દંડ કે વાહન ડીટેન કરવામાં આવે છે.

 

બાઇક ચાલકો કાઇને કાઇ બહાના કાઢીને લટાર મારવા નિકળે છે.
પ્રાંતિજ પોલીસ ની પ્રસંશનીય કામગીરી.
ગામમાં તથા હાઇવે આઠ ઉપર ચુસ્ત પહેરો.

 

 

દેશ ભરમાં હાલ કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પ્રાંતિજ પોલીસ દ્વારા ગરમીમાં પણ રોડ રસ્તાઓ ઉપર ઉભા રહીને પોતાની ફરજ બજાવે છે. પ્રાંતિજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

 

નેશનલ હાઇવે 8 પ્રાંતિજ ના કમાલપુર ખાતે પ્રાંતિજ પી.આઇ. એમ.ડી.ચંપાવત દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાનું પાલન થાય તે માટે આટલી ગરમીમાં પણ પોતે ઉપસ્થિત રહે છે. અને આવતા જતાં વાહનો ચેક કરી ના કામના લટાર મારવા  નિકળેલ વાહનોને દંડ પણ ફટકારવવામા આવે છે. કેટલાક વાહનને ડીટેઇન પણ કરવામાં આવ્યાં છે. ચુસ્ત પણે લોકડાઉન નું પાલન કરવામા આવ્યું છે.

 

 

તો પ્રાંતિજ ભાખરીયા ખાતે પણ પ્રાંતિજ મહિલા PSI પી. ડી. ચૌધરી દ્વારા પણ અવરજવર કરતા વાહન ચાલકો ને રોકી પુછપરછ બાદ ખાતરી કરી ને જવા દેવામાં આવતાં હતાં અને જાહેરનામા  નો ભંગ કરનાર બાઇક ચાલકોને દંડ પણ ફટકારવવામા આવ્યો હતો.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here