રાજકોટ : કાલાવાડ : પ્રશીલ પાર્ક સોસાયટીમાં દિવાળી-બેસતા વર્ષના દિવસે લોકડાઉન, ઓનલાઈન શુભેચ્છા પાઠવશે, સગાઓને પ્રવેશ નહીં.

0
7

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટ્યાં બાદ છેલ્લા 4-5 દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે આવેલા નિલ સીટીની બાજુમાં આવેલી પ્રશીલ પાર્ક સોસાયટીમાં લોકોએ દિવાળીના તહેવાર પર સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલાઈ નહીં તે માટે સોસાયટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સગાએ સાલ મુબારક કે શુભેચ્છા પાઠવવા આવવું નહીં તેવો નિયમ બનાવ્યો

દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે લોકો એક બીજાના ઘરે જઈને સાલ મુબારક કરતા હોય છે. પરંતુ આ વખતે બેસતા વર્ષના દિવસે રાજકોટના પ્રશીલ પાર્કના લોકોએ સોસાયટીમાં લોકડાઉન જાહેર કર્યુ છે. કોઈ પણના સગાએ સાલ મુબારક કે દિવાળીની શુભેચ્છા પાઠવવા આવવું નહીં તેવો નિયમ બનાવ્યો છે. ત્યારે ધીમે-ધીમે અન્ય સોસાયટી પણ આ નિયમ જાહેર કરે તો નવાઈ નહીં.

વોટ્સએપ અને મોબાઈલના માધ્મયથી શુભેચ્છા પાઠવીશુંઃ સોસાયટીના પ્રમુખ

પ્રશીલપાર્ક એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈએ જણાવ્યું હતું કે, અમે અમારી સોસાયટીની કારોબારીની મિટિંગ કરી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષે સોસાયટી લોકડાઉન જ રહેશે. દર વર્ષે અમે મહાદેવ મંદિરમાં પરિવાર સાથે ભેગા થતા. સવારે અમે નાસ્તો કરતા અને વડીલો પાસે આશીર્વાદ લેતા હતા. આ વર્ષે અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સરકારની ગાઈડલાનનું પાલન કરી અમે આ વર્ષે સ્નેહમિલન સમારોહ યોજશું નહીં અને અમે ભેગા પણ નહીં થઈએ. વોટ્સએપ અને મોબાઈલના માધ્મયથી અમે એકબીજાને શુભેચ્છા પાઠવીશું. લોકડાઉન કરવાનું કારણ એ છે કે બહારથી આવતા લોકો કોરોના સંક્રમિત છે કે નહીં તે જાણી શકાતું નથી. જેથી અમે લોકડાઉન જેવું જ પાલન કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here