લોકડાઉન – મણિપુર જવા ભરૂચ પહોંચેલા લોકોને પરત વડોદરા લવાતાં ભારે હોબાળો

0
0
  • તંત્રની અવ્યવસ્થા : અન્ય સ્ટેશનેથી જવાનું કહી શાળામાં માેકલી દેવાયા
  • ભરૂચ પહોંચેલા લોકો પાસેથી રૂ. 200થી રૂ. 250 લેવાયા હોવાના આક્ષેપ
પરપ્રાંતિયોને ભરૂચથી પરત વડોદરા લવાતાં નારાજગી દર્શાવી હતી.

સીએન 24 ગુજરાત

વડોદરાભરૂચથી મણિપુર જવા માટે ગઈ કાલે ટ્રેન મૂકવામાં આવી હતી. જેના પગલે વડોદરાથી લોકો બસ મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પરંતુ તમામને ટ્રેનમાં મોકલવાની જગ્યાએ પરત વડોદરા લઈને આવ્યા હોવાના પરપ્રાંતિઓએ આક્ષેપ કરી નારાજગી દર્શાવી હતી. ગૌહાટી જવા નીકળેલા મયુરી ગૌરાએ જણાવ્યું હતું કે, ગઈ કાલે નર્મદા ભવનમાં મેડિકલ ચેકઅપ કરી બસમાં બેસાડ્યા હતા. બસ સાત વાગ્યે ઉપડી અને તેઓ 12 વાગ્યે ભરૂચ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓને ટિકિટ અાપી હતી. જોકે ત્યારબાદ દોઢ વાગ્યે તેમની ટ્રેન જતી રહી છે તેમ કહી અન્ય સ્ટેશન પરથી ટ્રેનમાં બેસાડવાના છે તેમ કહી તેઓને ભાયલી ગામની સરકારી શાળામાં મોકલી આપ્યા હતા.
વ્યવસ્થા બે-ત્રણ દિવસમાં કરાશે
જ્યારે તાંદલજાના મદરેશામાં અભ્યાસ કરતા મહંમદ કમાલ પઠાણના જણાવ્યા અનુસાર મણિપુર સરકારે તેમના માટે ટ્રેન મારફતે જવાની વ્યવસ્થા કરી છે. જેના ભાગરૂપે કાલે તેઓને ભરૂચ ખાતે લઈ જવાયા હતા. ત્યાં લાઈનમાં ઉભા રાખી ટીકીટ આપી હતી. તેઓની સામે ટ્રેન પણ ઉભી હતી, પરંતુ ટ્રેન એકાએક ત્યાંથી રવાના થઈ હતી. ટ્રેન ગયા બાદ પોલીસે તેઓને પરત જ્યાંથી આવ્યા છે ત્યાં જતા રહેવા જણાવ્યું હતું અને બસ મારફતે સવારે 5 વાગ્યે વડોદરાની શાળામાં લાવવામાં આવ્યા હતા. આ અંગે ડે. કલેક્ટર રામ જોશીના જણાવ્યા અનુસાર ત્યાં લોકોને બેસાડવાની વ્યવસ્થા પોલીસ વિભાગ કરતું હતું. એક ડબ્બામાં જેટલાને બેસાડવાના હતા તે રીતે બેસાડ્યા હતા, જે બાકી છે તેઓની વ્યવસ્થા બે-ત્રણ દિવસમાં કરાશે.
લોકો પાસે નાણાં લેવામાં આવ્યાં હોવાના આક્ષેપ
ભરૂચથી મણિપુર ખાતે જઈ રહેલી ટ્રેનમાં જવા વડોદરાથી 80 જેટલા લોકોને ભરૂચ લઈ જવાયા હતા. તેઓ પાસેથી રૂ. 200થી રૂ.250 લેવાયા હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે ડે. કલેકટર રામ જોશીએ જણાવ્યું હતું કે, તમામ લોકોને લઈ જવાની માટેની વ્યવસ્થા ફ્રી છે.
ભાયલી શાળામાં જમવાની થાળીઓ પર ધૂળ હતી
આજે સવારે ભરૂચથી મણિપુર જવા નીકળેલા લોકોને પરત વડોદરાની ભાયલી સરકારી શાળામાં ખસેડાયા હતા. ત્યાં બપોરે તેઓ માટે જમવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ ત્યાં જમવા માટેની થાળીઓ પર ધૂળ જામેલી જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here