અમદાવાદ : લોકડાઉનમાં કેનેરા બેંકના કર્મચારી અને અન્ય મળતીયાઓનું 35 કરોડની છેતરપિંડીનું કૌભાંડ ખુલ્યું

0
6
  • ધી વિસનગર નાગરિક સહકારી બેંકના રૂ. 35 કરોડ કેનેરા બેંકમાં 1 વર્ષની FD માટે જમા થયા હતા
  • 35 કરોડની રકમ જમા કરાવતા આપેલી 20 રસીદ પૈકી 13 રસીદો નકલી હતી
  • મહેસાણા જિલ્લા રજીસ્ટ્રારએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અમદાવાદ. લોકડાઉન દરમ્યાન આશ્રમ રોડ પર આવેલી કેનેરા બેંકના કર્મચારી અને અન્ય મળતીયાઓ સામે 35 કરોડની છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. ફડચામાં ગયેલી ધી વિસનગર નાગરિક સહકારી બેંકની સરપલ્સ ફંડની રકમ રૂ. 35 કરોડ બોગસ ચાલુ ખાતામાં અને ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય કંપનીના ખાતામાં જમા કરી દીધી હોવાનું કૌભાંડ ઝડપાયું છે. 35 કરોડની રકમ જમા કરાવતા આપેલી 20 રસીદ પૈકી 13 રસીદો નકલી આપી હોવાનું બહાર આવ્યું છે. લોકડાઉનમાં કૌભાંડ આચરવામાં આવતાં મહેસાણા જિલ્લા રજીસ્ટ્રારએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

21 કરોડની રકમની બોગસ સહી કરી હતી 

મહેસાણા જિલ્લા રજીસ્ટ્રારએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફડચામાં ગયેલી ધી વિસનગર નાગરિક સહકારી બેંકની રૂ. 35 કરોડની રકમ લોકડાઉન દરમ્યાન આશ્રમ રોડ પર આવેલી કેનેરા બેંકમાં 1 વર્ષની FD માટે જમા કરવાઈ હતી. બેંકના કર્મચારી સંદીપ શાહે 20 રસીદ બનાવીને આપી હતી. બેકમાંથી લોકડાઉન ખુલ્યા બાદ સ્ટેટમેન્ટ કઢાવતા ફિક્સ ડીપોઝીટની રકમ પૈકી 21 કરોડની રકમ બોગસ સહી કરી અને કેનેરા બેંકમાં જ ખોલાવેલા ખાતામાં, જ્યારે બાકીના 18 કરોડ અઘોરી આદેશનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ, કે ડી સર્વિસીસ ફાઉન્ડેશન, કંચન લક્ષ્મી ફાઉન્ડેશન, ઇમરાન તાજમહંમદ માણેક, ટાઇકોન એજનસી અને ઓરીઓન મિલ્સ એજન્સીમાં જમા કરવાયા હતા. અઘોરી આદેશનાથજી ટ્રસ્ટના ટ્રસ્ટીને લેટર લખી પૈસા પરત કરવા જાણ કરવા છતાં પરત ન કરતા અને ખોટી રસીદો આપી છેતરપીંડી કરતા એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here