લૉકડાઉનનો માર : સંજય ગાંધી- કોરોનાનું બહાનું કરીને પ્રોડક્શન સાવ નગણ્ય ફી ઑફર કરે છે

0
6

કોવિડને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો છે, કેટલાંકે નોકરી ગુમાવી તો કેટલાંક ગંભીર રીતે આર્થિક સંકટનો સામનો કરે છે. જોકે, આ સમય માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે પણ મુશ્કેલ રહ્યો છે. હાલમાં જ ટીવી એક્ટર સંજય ગાંધીએ આર્થિક રીતે સંઘર્ષનો સામનો કરવો પડે છે, તેમ કહ્યું હતું.

શું કહ્યું સંજય ગાંધીએ?
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કામ કરનાર એક્ટર સંજય ગાંધીએ પોતાના આર્થિક મુશ્કેલી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં કામ ઘણું જ ઓછું અને તે કામની શોધમાં છે. ઉલ્લેખનીય છે કે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સંજય ગાંધીએ મહેન્દ્ર પ્રતાપ સિંહ (નૈતિકના મોટા પપ્પા)નો રોલ પ્લે કર્યો હતો.

સંજય ગાંધીએ કહ્યું, ‘અનેક એક્ટર્સ ઘરે કામ ધંધા વગર બેઠાં છે. ઈન્ડસ્ટ્રીમાં કામ ઓછું છે અને જે રોલ ઑફર થાય છે, તેની ફી પણ ઘટાડી દેવામાં આવી છે. હાલમાં ઈન્ડસ્ટ્રી એકદમ ઘણી જ મંદ છે. બધાને એક જ આશા છે કે એક દિવસ તો પરિસ્થિતિ સુધરશે. રોજ હું સાંભળું છું કે મારા ઓળખતીમાંથી કોઈ કોરનાને કારણે ગુજરી ગયું. લોકો મુશ્કેલીમાં છે, જ્યારે હું મદદ કરવાનું વિચારું છું, પરંતુ મારાથી મદદ થઈ શકે તેમ નથી. હું કંઈ બહુ પૈસાવાળો નથી. મને પણ આર્થિક મુશ્કેલી નડે છે. જુલાઈ, 2020થી મેં કોઈ એક્ટિંગ કરી નથી. છેલ્લે મેં ‘નાગિન 4’માં કામ કર્યું હતું. હું ભાડાના ઘરમાં રહું છું અને દર મહિને મારા પોતાના ખર્ચા હોય તે અલગથી. કામ નથી, પૈસા નથી, ભવિષ્યનો કોઈ પ્લાન નથી.’

સંજય ગાંધી ઈન્ડસ્ટ્રીના મિત્રોને ઘણાં જ યાદ કરે છે. એક્ટરના કેટલાંક ફ્રેન્ડ્સને કોરોના થયો હતો અને તેથી જ સંજય ગાંધી સ્ટ્રેસમાં હતાં. તે હજી પણ માને છે કે કામ અર્થે ઘરની બહાર જવું ઘણું જ જોખમી છે.

50 વર્ષીય સંજય ગાંધીએ કહ્યું હતું, ‘આજે હું તંદુરસ્ત છું, પરંતુ આવતીકાલે પણ આમ જ રહેશે? તેની કોઈ જ ગેરંટી નથી. મારે મારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. હાલમાં કામ માટે ઘરની બહાર જવું ઘણું જોખમી છે. કરવું તો શું કરવું?

સંજય ગાંધીને એ વાતનો પણ આક્રોશ છે કે સીનિયર એક્ટર્સ પાસે બહુ ઓછા રોલ છે અને તેમને ઓડિશન માટે પણ બોલાવવામાં આવતા નથી. સંજય ગાંધીએ એક ઓડિશન આપ્યું હતું અને તે સિલેક્ટ પણ થઈ ગયા હતા, પરંતુ ફી ઘણી જ ઓછી આપવાની વાત કરી હતી. આ અપમાનજનક હતું.

કામ પ્રમાણે ફી નથી આપતા
સંજય ગાંધી માને છે, ‘કોવિડના સમયમાં બે પ્રકારના લોકો કામ કરે છે. એક મજબૂર લોકો અને બીજા મજૂર લોકો. બંને પાસે કામ કર્યા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી. આ પરિસ્થિતિ ઘણી જ ખરાબ અને ડરામણી છે. કેટલાંક પ્રોડક્શન હાઉસ લૉકડાઉનનું બહાનું ધરીને એક્ટર્સની 50-60% ઓછી ફી ઑફર કરે છે. આથી જ એક્ટર્સ આવી ઑફર રિજેક્ટ કરીને સારી ઑફરની રાહ જુએ છે. ઓડિશન બાદ મુખ્ય વિલનના રોલ માટે સાવ નગણ્ય જેવી ફી ઓફર કરે તે કેવી રીતે ચાલે. મને ઘણું જ દુઃખ થયું હતું અને અપમાનજક લાગ્યું હતું. આના કરતાં તો હું ઘરે બેસવાનું વધુ પસંદ કરું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here