કોરોના : દહેગામ : લોકડાઉન ને લઇ વૃદ્ધાશ્રમ અને ગરીબોની સેવા

0
63

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ મનોજભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાશ્રમ અને ગરીબોને સેવા કરવાની પ્રવૃત્તિ તેમના અંતરમાં વારસાગત ચાલી આવી છે અને ગરીબ લોકોને જમાડ્યા પછી જ પોતે જમે છે અને આ સેવાભાવી વ્યક્તિ પુણ્ય અને દાન કરવામાં પોતાની આગવી નામના પ્રાપ્ત કરી છે.

 

 

દાતાઓ પાસેથી દાન મેળવી ને ગરીબોની સેવા કરે છે ત્યારે છેલ્લા દસ દિવસથી એક રિક્ષામાં વઘારેલી ખીચડી અને પુલાવ લઈને દહેગામ શહેરમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે ગરીબો રહે છે તેમને ખવડાવી ને પોતે જમે છે અને કોરોના વાયરસના લીધે હાલમાં 144ની કલમ લાગુ હોવાથી કોઈ બહાર જઈ શકતું નથી તેવા સમયે ગરીબો ને ઘરે ઘરે જઈને દરેક ને જમાડી માનવતાની મહેક પ્રસિદ્ધ કરી છે. બપોરના સમયે તેઓ પોતાના સાથીદારો સાથે મળીને આ સેવા કરવાની કામગીરી કરે છે.

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here