Friday, March 29, 2024
Homeગાંધીનગર : લોદરાની હોટલ રંગરોયલને આરોગ્ય વિભાગે સીલ કરાયું
Array

ગાંધીનગર : લોદરાની હોટલ રંગરોયલને આરોગ્ય વિભાગે સીલ કરાયું

- Advertisement -

ગાંધીનગર. નગરના સેક્ટર-29ના ઉમંગ પટેલના બે સગાઓની વિનંતીથી લોદરાની રંગ રોયલ હોટલમાં ફેસીલીટી ક્વોરન્ટાઇલ રખાયા હતા. તેમાંથી બે વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગાંધીનગર સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે. ઉપરાંત લોદરાની રંગ રોયલ હોટલને સીલ મારી દેવાયું છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના ઉમંગ પટેલ તેમના સગાઓના સંપર્કમાં આવ્યો હતો. તે સગાઓની વિનંતીને ધ્યાનમાં રાખીને લોદરાની રંગ રોયલ હોટલમાં ફેસેલીટી ક્વોરન્ટાઇન રખાયા હતા. હોટલમાં રખાયેલા બન્ને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફની સાથે સાથે ખાંસી અને તાવની બિમારી જોતા તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા તેઓને ગાંધીનગર સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

હોટલની આસપાસના વિસ્તારમાં ફ્યુમિગશનની કામગીરી હાથ ધરાઇ

જ્યારે હોટલના ચાર કર્મચારીઓને સરકારી ફેસીલીટી સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા રોગચાળા વિભાગ દ્વારા હોટલ રંગ રોયલને સીલ મારવાની સુચના આપી દીધી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે. ઉપરાંત હોટલની આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી અને ફ્યુમિગશનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવના આજની સ્થિતિએ 13 જેટલા દર્દીઓ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular