Friday, December 6, 2024
Homeલોકસભા : મોદીએ કહ્યું રાહુલ-સોનિયા જામીનની મજા લે; આ કટોકટી નથી,...
Array

લોકસભા : મોદીએ કહ્યું રાહુલ-સોનિયા જામીનની મજા લે; આ કટોકટી નથી, કે અમે કોઈને જેલમાં ધકેલીએ

- Advertisement -
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યું હતું
  • ઊંચાઈ તમને મુબારક, એટલા ઉપર જતા રહ્યાં કે જમીન પર રહેનારા તુચ્છ લાગવા લાગ્યા, મોદીનો વિપક્ષ પર કટાક્ષ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો લોકસભામાં આજે જવાબ આપી રહ્યાં છે. 17 જૂને શરૂ થયેલા આ સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. 5 જૂલાઈએ બજેટ રજૂ કરાશે.

મોદીએ કહ્યું , રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં એ જણાવ્યું કે, આપણે ભારતને ક્યાં અને કેવી રીતે લઈ જવા ઈચ્છીએ છીએ. ભારતના સામાન્ય લોકોની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે પ્રાથમિકતા શું હોવી જોઈએ, તેનો એક ખ્યાલ કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રપતિજીનું ભાષણ સામાન્ય માણસની આશાઓનું પ્રતિનિધિત્વ છે. આ ભાષણ દેશના દરેક લોકોનો આભાર પણ છે. સૌની સાથે હળી મળીને આગળ વધવું સમયની માગ છે અને દેશની અપેક્ષા છે. આજના વૈશ્વિક વાતારણમાં આ તક ભારતે ગુમાવવી ન જોઈએ.

આ ચર્ચા દરમિયાન ચૂંટણી ભાષણોની અસર જોવા મળી

  • મોદીએ કહ્યું, આ ચર્ચામાં સાંસદોએ ભાગ લીધો હતો, જે પહેલી વખત આવ્યા છે. તેમને યોગ્ય રીતે પોતાની વાત મુકવાનો પ્રયાસ કર્યો, ચર્ચાને સાર્થક બનાવવાનો પ્રયાસ કર્યો. જે અનુભવી છે, તેમને પણ પોતપોતાની રીતે ચર્ચાને આગળ ધપાવી છે.
  • એ વાત સાચી છે કે અમે મનુષ્ય છીએ. જે મન પર છાપ રહે છે, તેને કાઢવી કઠિન હોય છે. તેના કારણે પણ ચૂંટણી ભાષણોમાં થોડી અસર જોવા મળે છે. તે જ વાતો અહીં સાંભળવા મળે છે.
  • તમે આ પદ પર નવા છો અને જ્યારે તમે નવા હોય ત્યારે તમને લોકો શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકી દે છે.
  • દરેક પરિસ્થિતિઓ છતાં તમે ઘણી સારી રીતે તમામ વસ્તુઓને સંભાળી છે, તેના માટે તમને ખુબ ખુબ ધન્યવાદ. ગૃહને પણ નવા સ્પીકરને સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કરુ છું.

ઘણા દાયકાઓ બાદ દેશે મજબૂત જનાદેશ આપ્યો- મોદી

  • વડાપ્રધાને કહ્યું કે, ઘણા દાયકાઓ બાદ દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે. એક સરકારને ફરી શક્તિશાળી બનાવી સત્તામાં લાવ્યા છે. ભારતનું લોકતંત્ર દરેક ભારતીય માટે ગૌરવ કરવાનો વિષય છે. આપણો મતદાતા એટલો જાગૃત છે કે તેને પોતાના કરતાં પહેલા દેશનો વિચાર આવે છે. તે પોતાનાં કરતા પહેલા દેશ માટે નિર્ણય કરે છે. જે ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
  • મને એ વાતનો સંતોષ છે કે 2014માં જ્યારે અમે સંપૂર્ણ રીતે નવા હતા, ત્યારે દેશ માટે પણ સાવ નવા હતા. પરંતુ તે સ્થિતિમાંથી બહાર આવવા માટે દેશે એક પ્રયોગ કર્યો કે ચલો ભાઈઓ જે પણ છે, આનાથી તો બચીશું, ત્યારબાદ અમને તક મળી, પરંતુ 2019નો જનાદેશ કસોટી પર ખરા ઉતર્યા તેની ખાતરી છે. દરેક ત્રાજવે તોળાયા બાદ , પળે પળે જનતાએ બારીકાઈથી ચકાસ્યા ત્યારબાદ અમને ફરી સત્તામાં લાવ્યા.
  • આ લોકતંત્રની બહુ મોટી તાકાત છે કે ભલે જીતવાવાળો હોય કે હારવા વાળો, મેદાનમાં હતો કે મેદાનની બહાર. સરકારના 5 વર્ષના કઠોર પરિશ્રમ, સમપર્ણ, જનતા માટે નીતિઓને લાગુ કરવાનો સફળ પ્રયાસ જે હતો. તેને લોકોએ પોતાનું સમર્થન આપ્યું અને અમને ફરીથી સત્તામાં આવવાની તક આપી.

મોદીએ કહ્યું, 130 કરોડ ભારતીયોના સપના મારી નજરમાં રહે છેઃ મોદીએ કહ્યું, “આ ફક્ત ચૂંટણીની જીત-હાર કે આંકડાઓની રમત નથી. આ જીવનની તે આસ્થાનો ખેલ છે. આ 5 વર્ષની તપસ્યાનું ફળ છે. તેનો સંતાષ થાય છે. હાર-જીતની સીમામાં ચૂંટણીને જોવી મારી વિચારધારાનો હિસ્સો નથી. 130 કરોડ ભારતીયોના સપના મારી નજરમાં રહે છે. 2014માં જ્યારે દેશની જનતાએ અવસર આપ્યો, ત્યારે પહેલી વખત મને સેન્ટ્રલ હૉલમાં બેસાવાની તક મળી હતી. ત્યાર બાદ મેં કહ્યું હતું કે સરકાર ગરીબોને સમર્પિત છે. 5 વર્ષની સરકાર પછી હું કહી શકું છું કે આ સંતોષ મળ્યો છે, જે જનતા જનાર્દને પણ ઇવીએમનું બટન દબાવીને વ્યક્ત કર્યો’

ઈમરજન્સીનું કલંક નહીં હટેઃ મોદી- વડાપ્રધાને કહ્યું કે, લોકોને ખબર છે કે 25 જૂને શું થયું હતું? 25 જૂનની એ રાત દેશ માટે ખરાબ સમય હતો. ભારતમાં લોકતંત્ર બંધારણના પાનાઓથી પેદા નથી થયું, ભારતનું લોકતંત્ર સદીઓથી અમારી આત્મામાં છે. આત્માને ચગદી દેવાઈ હતી. મીડિયાને દબોચી લેવાયું અને મહાપુરુષોને જેલ ભેગા કરી દેવાયા હતા. હિન્દુસ્તાનને જેલ બનાવી દેવાઈ હતી. આ ફક્ત એટલા માટે કરાયું કારણે કે સત્તા રહેવી જોઈએ. ન્યાયપાલિકાનું અપમાન કેવી રીતે થાય છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તે સમયે જે લોકો આ પાપમાં ભાગીદાર હતા, તે લોકો જાણી લે તેનું કલંક ક્યારેય મટશે નહીં. આ વાત યાદ રાખવી જરૂરી છે કારણ કે દેશમાં ફરી આવું કોઈ પેદા ન થઈ શકે જે પાપના રસ્તે જાય, કોઈને ખરું ખોટું કહેવાથી કંઈ નથી થતું.

‘નાનું વિચારવું મને પસંદ નથી’
મોદી કહ્યું, “તાત્કાલિક લાભ મારી વિચારધારની સીમા નથી. નાનું વિચારવું મને પસંદ નથી. મને ક્યારેક ક્યારેક લાગે છે કે દેશવાસીઓના સપનાઓને જો જીવવા હોય તો નાનું વિચારવાનો અધિકાર પણ મને નથી. ‘જબ હૌસલા બના લિયા ઉંચી ઉડાન કા, તો દેખના ફિજૂલ હૈ કદ આસમાન કા.’ આ મિજાજની સાથે આપણે આગળ માટે નવા જોશ, નવા ઇરાદાઓ સાથે આ સરકારને ચલાવવાની છે. આપણે ત્યાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં દેખાય છે. હજી માત્ર ત્રણ સપ્તાહ થયા છે, આટલા સમયમાં અમને લાગતું હતું કે ક્યાંક માળાઓ પહેરીએ, આરામ કરીએ…પણ આ અમારી આદત નથી. આ સમયમાં અમે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. સેનાના જવાનોની છાત્રવૃતિમાં વધારો કર્યો. માનવાધિકારો સાથે જોડાયેલા મહત્વના કાયદાને સંસદમાં લાવવાની તૈયારીઓ પૂરી કરી.”

ગુજરાતના સીએમ તરીકેના પોતાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘ગુજરાતને 50 વર્ષ થયા હતા. તે ગોલ્ડન જ્યુબિલી યરનું એક મહત્ત્વપૂર્ણ કામ જણાવવા માગું છું. મેં 50 વર્ષમાં થયેલા તમામ રાજ્યપાલોના ભાષણોનો ગ્રંથ બનાવવાનો વિચાર કર્યો અને તેમાં સરકારના કામનો ઉલ્લેખ પણ હતો. ત્યારે અમારા પક્ષની સરકારો નહોતી પરંતુ એ અમારા વિચારનો એક હિસ્સો હતો તે આજે પણ છે. તેથી એવું કહેવું કે અગાઉની સરકારોનું કામ અમે ગણતા નથી તે ખોટું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular