Wednesday, September 29, 2021
Homeલંડન : એક વ્યક્તિએ સેલમાંથી 90 પૈસાની ચમચી ખરીદી, હરાજી 2 લાખ...
Array

લંડન : એક વ્યક્તિએ સેલમાંથી 90 પૈસાની ચમચી ખરીદી, હરાજી 2 લાખ રૂપિયામાં થઈ

તમે ભંગાર કે કોઈ સેલમાંથી મામૂલી મૂલ્યની વસ્તુ લીધી હોય અને સમય જતા ખબર પડે કે તેની કિંમત તો લાખોમાં છે તો શું થાય? સ્વાભાવિક વાત છે ખુશીનો પાર ના રહે. આવી જ એક ઘટના લંડનના રહેવાસી સાથે થઈ છે. તેણે ગેરેજ સેલમાંથી એક ચમચી લીધી હતી. આ ચમચી અન્ય ચમચીઓ કરતાં થોડી અલગ અને એકદમ જૂની હતી. 90 પૈસામાં ખરીદેલી ચમચીની હરાજી 2 લાખ રૂપિયામાં થઈ.

કિંમત વિશે માલિક અજાણ હતો

લંડનમાં એક સેલમાં આ ચમચી ગમી ગઈ હતી. ખરીદનારને તે સમયે ચમચીનું મૂલ્ય ખબર નહોતી. ઘણા સમય સુધી તે એની સાથે પડી રહી. એક દિવસ આ ચમચીનો માલિક તેની હરાજી કરવાના વિચાર સાથે લોરેન્સ ઓક્શન હાઉસમાં ગયો. માલિકને તે સમયે કોઈ આઈડિયા નહોતો કે તે વર્ષોથી જેકપોટ પોતાની સાથે લઈને ફરી રહ્યો છે.

સિલ્વર એક્સપર્ટ એલેક્સ બચરે કહ્યું કે, આ ચમચી અત્યારની નહીં પણ 13મી સદીની છે. આની કિંમત 500 યુરો ઓછામાં ઓછી છે. આટલું સાંભળીને તો માલિક ખુશીથી ઉછળી પડ્યો હતો. એલેક્સે કહ્યું, ગ્રાહક કોઈ સિલ્વર ડીલર નથી પણ તેને એન્ટિક વસ્તુઓ ખરીદવાનો શોખ છે. તે એક સેલમાં ગયો હતો અને ત્યાં આ આઇકિઆ સ્ટાઈલની સ્પૂન ખરીદી હતી. દેખાવમાં ચમચી વર્ષો જૂની લાગતી હોવાથી તેણે 20 પૈસા ઈન્વેસ્ટ કર્યા. અમારી વેબસાઈટથી તેણે અમારો કોન્ટેક્ટ કર્યો અને અમે તેને અમૂલ્ય સ્પૂનની કિંમત ચૂકવી.

ઈસ્ટ ઇંગ્લેન્ડમાં વેકેશન કરશે

500 યુરોને બદલે આ ચમચી 2,375 યુરો એટલે કે 2 લાખ રૂપિયામાં વેચાઈ. ચમચીના માલિકે સપનામાં પણ નહોતું વિચાર્યું કે, તેને આટલું વધારે અમાઉન્ટ મળશે. તે ઓક્શનમાં મળેલા રૂપિયાથી વેકેશન માણશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments