મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રણવીરે પોતાના જન્મદિવસ પર ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. છ જુલાઈના રોજ રણવીર સિંહનો 34મો જન્મદિવસ છે. રણવીરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફિલ્મના લુકની પહેલી તસવીર શૅર કરી છે, જેમાં તે કપિલ દેવ જેવો લાગે છે. ચાહકોને પણ રણવીર સિંહનો આ લુક ઘણો જ પસંદ આવ્યો છે.
1. ફોટો શૅર કરીને રણવીરે આ વાત કહી
રણવીર સિંહે સોશિયલ મીડિયામાં આ તસવીર શૅર કરીને લખ્યું હતું, મારા સ્પેશિયલ ડે પર હરિયાણાનું તોફાન કપિલ દેવ…
2. કપિલ દેવ સાથે સમય પસાર કર્યો
હાલમાં રણવીર સિંહ લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલના રોલમાં છે. રણવીરને કપિલ દેવ જેવો લાગે તે માટે મેક-અપ આર્ટિસ્ટ તથા ટેકનિશિયન્સે ભરપૂર પ્રયાસ કર્યાં છે. રણવીર પણ કપિલ દેવ સાથે રહીને તેની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરતો હતો. તેણે જૂની મેચ તથા ઈન્ટરવ્યૂ જોઈને કપિલ દેવને સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે.
3. આ ફીચર એકદમ સમાન
- કપિલના માથા પર ઉપસેલા હાડકાં
- ડાબા ગાલ પર કટનું નિશાન
- સિગ્નેચર હાર્ડ એન્ડ ડેમ્પ હેયર્સ
- કાળી મૂંછો એકદમ કપિલ જેવી લાગે છે
- ગળામાં કાયમ રહેતો કાળો દોરો
- સૌથી મહત્ત્વની બધાને ધ્યાનથી જોતી કપિલની ભૂરા રંગની ડાર્ક આંખો
4. ચાહકોએ વખાણ કર્યાં
રણવીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને ચાહકો તેના લુકના ઘણાં જ વખાણ કરી રહ્યાં છે. મોટાભાગના યુઝર્સે કમેન્ટ કરી હતી કે પહેલી ઝલકમાં આ તસવીર કપિલ દેવની જ લાગે છે. કેટલાંક યુઝર્સે એમ પણ કહ્યું છે કે ફિલ્મનો પહેલો લુક જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ કેટલી શાનદાર હશે. ઉલ્લેખનીય છે કે ’83’ ઈન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી કપિલ દેવના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. લગ્ન બાદ બંને પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. કબીર ખાનની આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની છે.