જૂની કાર ખરીદવાના છો? તો આ 5 વાતોનું રાખજો ધ્યાન નહીં તો આગળ જતાં થશે પસ્તાવો

0
61

જો તમે તમારી પહેલી કાર લેવાનું વિચારી રહ્યાં છો અને એ પણ સેકન્ડ હેન્ડ કાર, તો કેટલીક સાવધાની અચૂક રાખજો. જૂની કાર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આગળ જતાં પસ્તાવો થતો નથી. હકીકતમાં ભારતમાં સામાન્ય રીતે લોકો પહેલી કાર સેકન્ડ હેન્ડ ખરીદે છે. તેની પાછળના બે કારણ છે. પહેલું-કાર સસ્તી પડે છે અને બીજું-જૂની કારમાં ડ્રાઈવિંગ શીખતી વખતે સ્ક્રેચિસ પડે તો પણ ચાલી જાય છે.

  • સેકન્ડ હેન્ડ કાર લેતા પહેલાં આટલું જાણો
  • જૂની કારમાં આ વસ્તુઓ ચોક્કસથી ચેક કરો
  • અનુભવી મેકેનિકને કારનું એન્જિન બતાવો

મોટાભાગના લોકો કાર લેતી વખતે તેની બાહરી ચમક (એક્સટીરિયર)ને જોઈને નિર્ણય લઈ લે છે અને પછી થોડાં સમય બાદ કારની સ્થિતિ વિશે ખબર પડે છે. એવામાં જો તમે જૂની કાર લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો તમને આગળ જતાં પરેશાની નહીં થાય. ચાલો જાણીએ એ પાંચ બાબતો વિશે.

ગાડીનું બોડી ચેક કરો

જૂની ગાડી ખરીદતી વખતે તેની બોડી સરખી રીતે ચેક કરી લો. જોઈ લો કે કારનું એક્સીડેન્ટ થયું છે કે પછી તેનું પેન્ટ ઠીક છે કે નહીં. ખાસ કરીને બંને તરફના દરવાજા, ફ્રંટ અને પાછળની તરફનું પેન્ટ બરાબર ચેક કરી લો, કારણ કે મોટાભાગના એક્સીડેન્ટમાં કારના ફ્રંટ, બેક અને સાઈડ ડેમેજ થાય છે.

ટેસ્ટ ડ્રાઈવ

જૂની કાર ખરીદતા પહેલાં તેની ટેસ્ટ ડ્રાઈવ અવશ્ય કરો. તેના એન્જિનના અવાજથી ગાડીની કંડીશન ઓળખવાનો પ્રયાસ કરો. જો તમને ખબર ન પડતી હોય તો કોઈ અનુભવી મેકેનિકને સાથે લઈ જાઓ. ડ્રાઈવિંગ દરમિયાન સ્વિચ, બટન, બ્રેક, ક્લચ, ગિયર, એક્સીલેટર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, તે ચેક કરી લો.

આ રીતે એન્જિનની તપાસ કરો

એન્જિન ચેક કરાવવા માટે કોઈ ભરોસાપાત્ર મેકેનિકને લઈ જાઓ. તે એન્જિન ખોલીને ચેક કરી લેશે કે ક્યાંય પણ ઓઈલ લિકેજ નથી. જો ઓઈલ લીકેજ જણાય તો એવી કાર બિલ્કુલ ખરીદવી નહીં. ખાસ કરીને ડીઝલ કારમાં આ પ્રકારની સમસ્યા થાય છે.

દસ્તાવેજો ચેક કરી લો

જૂની ગાડીઓ લેતી વખતે તેના દસ્તાવેજ બરાબર ચેક કરી લેવા. વેચનારનું નામ, ફર્સ્ટ ઓનર છે કે સેકન્ડ અથવા થર્ડ, ગાડી કેટલીવાર વેચાઈ છે, આરસી બુક, પોલ્યૂશન ડોક્યૂમેન્ટ વગેરે ચેક કરી લેવું. કારના ઈન્શ્યોરન્સના દસ્તાવેજ પણ જોઈ લેવા. જેથી તમને કારની કિંમત વિશે પણ માહિતી મળી રહે.

ટાયર પણ ચેક કરો

જૂની કાર લેતી વખતે તેના ટાયર અવશ્ય ચેક કરો. તેનાથી પણ ખ્યાલ આવશે કે, તે કેટલા કિમી ચાલી છે. સામાન્ય રીતે કારના ટાયરોની લાઈફ 35થી 45 હજાર કિમી સુધી હોય છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદો તો લીધા પછી વેચનારની કોઈ જ બાંયધરી રહેતી નથી. તેની કોઈ ગેરંટી પણ હોતી નથી. જેથી જૂની કાર ખરીદતી વખતે ચોકસાઈ જ એકમાત્ર રસ્તો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here