વડોદરા : કોન્ટ્રાક્ટના કામને લઈને વિવાદ થતાં તિક્ષણ હથિયારો સાથે મજૂરોના 2 જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

0
4

વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે કોન્ટ્રાક્ટના કામને લઇને આજે સવારે મજૂરોના બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો. જેને લઇને મજૂરોના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

મારામારીનો વીડિયો ઉતારીને સ્થાનિક લોકોએ વાઇરલ કર્યો
(મારામારીનો વીડિયો ઉતારીને સ્થાનિક લોકોએ વાઇરલ કર્યો)

 

મજૂરો વચ્ચે મારામારીને પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ

વડોદરાના સુસેન સર્કલ પાસે આજે વહેલી સવારે જાહેર રોડ પર જ તિક્ષણ અને ઘાતક હથિયારો સાથે મજૂરોના બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મકરપુરા વિસ્તારના જાહેર રોડ પર જ મારામારીના કારણે લોકોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. આ સમયે ત્યાં હાજર લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

તિક્ષણ અને ઘાતક હથિયારો સાથે મજૂરોના બે જૂથ આમને-સામને આવી ગયા
(તિક્ષણ અને ઘાતક હથિયારો સાથે મજૂરોના બે જૂથ આમને-સામને આવી ગયા)

 

એક વર્ષ અગાઉ સુસેન સર્કલ પાસે SRP જવાને રીક્ષાચાલકને માર્યો હતો

એક વર્ષ પહેલા વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુસેન સર્કલ પાસે ખાખી વર્દીના નશામાં કાર ચાલક SRP જવાને ઓટો રીક્ષા ચાલકને માર મારતો વીડિયો વાઇરલ થયો હતો. ઓટો રીક્ષા પાછળ કાર અથડાતા કાર ચાલકે ઓટો રીક્ષા ચાલકને જાહેરમાં માર માર્યો હતો. જેથી સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો.

મજૂરો વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા
(મજૂરો વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here