વડોદરાઃ 21 સદીમાં ભગવાન જગન્નાથ પણ રોબો રથ પર સવાર થઇને નગરચર્યા કરવા નિકળે છે. વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં આજે રોબો રથયાત્રા નીકળી હતી.
પહિંદ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું
વડોદરા શહેરમાં કાર્યરત મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશનના યુવા કાર્યકરોએ મળીને એક અનોખો રોબો રથ બનાવ્યો છે. છેલ્લા 4 વર્ષથી ભગવાન જગન્નાથજીને રોબો રથ પર સવાર કરીને રથયાત્રા કાઢવામાં આવે છે. આજે સવારે પણ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રોબો રથયાત્રા નિકળી હતી. પહિંદ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. ભગવાન જગન્નાથજીની આ અનોખી રથયાત્રામાં જોડાયેલા લોકોએ અનેરો આનંદ લીધો હતો.
રોબો રથને મોબાઇલ વડે આપરેટ કરી શકાય છે
રોબો રથ મૂળ તો રોબો કાર છે. પરંતુ રથયાત્રા માટે તેને રથનું સ્વરૂપ આપવામાં આવે છે. રોબા રથમાં લગાવેલી સર્કિટમાં બ્લૂટુથ ફિટ કરી દેવામાં આવે છે. જે મોબાઇલ વડે આપરેટ કરી શકાય છે. આ રથમાં સાયન્સ અને સંસ્કૃતિનો અમે સમન્વય છે.