રથયાત્રા : અમદાવાદ : ભગવાન જગન્નાથ આ વખતે ફક્ત 3 રથ અને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ સાથે નિકળશે નગરચર્યાએ,

0
0
  • રથના પૈડા, રથ અને રંગ રોગાનની કામગીરી ચાલી રહી છે
  • રથયાત્રાને લઈને આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક
  • રથયાત્રાના આયોજન અંગે નિર્ણય લઈ સરકારને જાણ કરાશે

અમદાવાદ. કોરોના મહામારીની વચ્ચે આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા 23મી જૂને યોજાશે, આ વખતે રથયાત્રામાં ફક્ત 3 રથ હશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે. આ વખતે જળયાત્રા માં પણ શોભાયાત્રાા નહીં થાય. અત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઇ રથના સમારકામની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના પૈડાં, રથ અને રંગ રોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથના પૈડાંઓને ગ્રીસિંગ અને ફિટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રા યોજવા મળેલી મિટિંગમાં લેવાયેલા નિર્ણયો

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કેસ આજે જગન્નાથજી મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં જગન્નાથજીની 143મી રથયાત્રા સાદાઈથી 23મી જૂને નીકળશે એવો નિર્ણય લેવાયો હતો. રથયાત્રામાં માત્ર 3 જ રથ હતા. ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે જોવા નહીં મળે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી યાત્રા નિહાળે. આ વર્ષે જળયાત્રામાં પણ શોભાયાત્રા નહીં નીકળે, માત્ર મંદિરના પૂજારીઓ જોડાશે. જોકે રથ ખેંચવામાં કેટલા જોડાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એક રથ ખેંચવા 25 ખલાસીઓ જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરાશે, 10-10 લોકોના ગ્રૂપમાં વ્યવસ્થા ઊભી કરાશે. નેત્રોત્સવ વિધિના દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે ચાર વાગ્યા પછી જ વિધિ થશે. સરસપુરથી માત્ર બે લોકો જમાલપુર આવીને મામેરાની વિધિ કરશે.

5 જૂને જળયાત્રા યોજાશે

ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી રીતે કેટલા લોકોની હાજરીમાં કઈ રીતે કાઢવી તે અંગે આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીઓની હાજરીમાં રથયાત્રા અંગે નિર્ણય લેવાઈ ગયો છે અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. ત્યારબાદ રથયાત્રા અંગે સચોટ નિર્ણય લેવામાં આવશે. આગામી 5 જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે, જેમાં માત્ર મંદિરના પૂજારીઓ જ જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here