જગન્નાથ પુરી : ભગવાન જગન્નાથ 12 દિવસ પછી આજે ફરી મંદિરમાં પ્રવેશ કરશે,

0
8

પુરીમાં 1 જુલાઈએ પૂર્ણ થયેલી રથયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ શનિવારે મુખ્ય મંદિરમાં આવશે. ગુંડિચા મંદિરથી પાછા ફર્યા બાદથી જ ભગવાન અત્યાર સુધી મંદિરની બહાર રથ ઉપર જ વિરાજમાન હતાં. શનિવારે એટલે આજે સાંજે 5 વાગ્યે તેમને રથમાંથી ઉતારીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય રથને તોડી નાખવામાં આવશે. રથના લાકડાને ભગવાનની રસોઈમાં વર્ષભર સુધી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

રથયાત્રા પરત ફર્યા બાદ પણ ત્રણ દિવસ ભગવાનને મંદિરની બહાર જ રાખવામાં આવે છે. અહીં અનેક પ્રકારની પરંપરા હોય છે. શનિવારે સાંજે ભગવાનને રથ પરથી ઉતારીને મંદિરની અંતર રત્ન સિંહાસન ઉપર વિરાજમાન કરવામાં આવશે. અહીં ભગવાન જગન્નાથ અને લક્ષ્મીના લગ્નની પરંપરાઓ પૂર્ણ થશે. ત્યાર બાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

રથયાત્રા મુખ્ય મંદિરમાં પરત ફર્યા બાદથી કર્ફ્યૂ દેવી સ્થિતિ હતી. જોકે, પરંપરા એેવી પણ છે કે, ભગવાન ત્રણ દિવસ મંદિરની બહાર રહીને વિવિધ સ્વરૂપોમાં જનતાને દર્શન આપે છે, પરંતુ આ વર્ષો લોકડાઉનના કારણે ભક્તો વિના જ બધી પરંપરાઓ મંદિર સમિતિના સભ્યો અને પૂજારીઓની ઉપસ્થિતિમાં થઇ. આજે રથયાત્રાની છેલ્લી પરંપરાઓ પૂર્ણ કરવામાં આવશે, તેમાં પણ બહારના લોકોનો પ્રવેશ રહેશે નહીં.

રથને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે થોડી વસ્તુઓ જેમ કે, સારથી, ઘોડા અને થોડી પ્રતિમાઓ સુરક્ષિત રાખવામાં આવશે. રથના થોડાં ભાગને કારીગર પોતાની સાથે લઇ જશે. જેને તેઓ પોતાનું મહેનતાણું અને ભગવાનનો આશીર્વાદ માને છે. થોડાં લોકો હવન માટે પણ રથના લાકડા લઇ જાય છે. આ પ્રકારે શનિવાર એટલે આજે રથયાત્રાનું સમાપન થશે.

2000 થી વધારે વૃક્ષોથી રથ બને છે.

રથના નિર્માણ માટે દર વર્ષે લગભગ 2000 વૃક્ષના લાકડાની જરૂર પડે છે. જે પુરી પાસેના જંગલોથી જ લાવવામાં આવે છે. મંદિરના પૂજારી પં. શ્યામ મહાપાત્રા પ્રમાણે રથના લાકડા વર્ષભર સુધી ભગવાનની રસોઈમાં બાળવામાં આવે છે. થોડાં લાકડાઓ મઠના હવન માટે લઇ જવામાં આવશે. ભગવાન જગન્નાથની રસોઈ દુનિયાની સૌથી મોટી રસોઈ માનવામાં આવે છે, જેમાં 752 ચૂલા છે. તેમાં જ રોજ ભગવાનનો ભોગ બને છે.

શુક્રવારે અધરપાણામાં સેંકડો કિલો દૂધ-માખણનો ભોગ.

શુક્રવારે સાંજે અધરપાણા નામની પરંપરા પૂર્ણ કરવામાં આવી. તેમાં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઇ-બહેનને 3-3 માટલામાં દૂધ, માખણ, ઘી, પનીર વગેરેનો ભોગ ધરાવવામાં આવ્યો છે. ત્રણેય પ્રતિમાઓ સામે 3-3 માટલા રાખવામાં આવે છે, આ માટલા 3 થી 4 ફૂટના હોય છે, જે ભગવાનના હોઠ સુધી આવે છે. એક માટલામાં લગભગ 200 કિલો દૂધ, માખણ વગેરે હોય છે. ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ આ માટલાને રથ ઉપર જ ફોડી દેવામાં આવે છે, જેથી બધું જ દૂધ-માખણ રથ પરથી વહીને રસ્તા ઉપર આવી જાય છે.

200 કિલો સોનાના ઘરેણા ભગવાન પહેરે છે.

ગુરુવારે ભગવાનને સોનાના ઘરેણાથી સજાવવામાં આવ્યાં હતાં. આ પરંપરામાં 200 કિલો સોનાના ઘરેણા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીને પહેરાવવામાં આવ્યાં હતાં. આ ઘરેણા મંદિરના પરંપરાગત ઘરેણા છે, જેમની કિંમત કરોડોમાં છે. વર્ષભમાં એકવાર જ આ ઘરેણાનો ઉપયોગ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here